નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ ગમે ત્યારે વાગી શકે છે. ત્યારે તમામ રાજકીય પાર્ટી જોરશોરમાં પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે. જોકે આ વર્ષે ગુજરાતમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડવા જઈ રહેલી આપએ ગુજરાતીઓને અનેક ગેરંટીઓ આપીને પ્રજાને આકર્ષવાનું કામ કરી રહી છે. જો કે આપ ગુજરાતમાં લડી લેવાના મૂડમાં છે. તેવામાં તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ પર નિશાન સાધ્યું છે. જો કે કેજરીવાલે અગાઉ ભાજપને અનેકવાર આડે હાથે લીધુ છે.
ગુજરાતમાં ચૂંટણીનો સમય નજીક આવતા દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની મુલાકાતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત આપની રણનીતીથી ભાજપ ડરી ગઈ હોવાનો કેજરીવાલે કર્યો છે. આ દરમિયાન તેમના એક ટ્વીટના કારણે સૌ કોઈ ચોંકી જવા પામ્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, ગુજરાતમાં ભાજપ આમ આદમી પાર્ટીથી ખરાબ રીતે ડરેલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ટૂંક સમયમાં હટાવવા જઈ રહ્યા છે. શું ભાજપ આટલી ડરી ગઈ છે?
કેજરીવાલના ટ્વીટની પ્રતિક્રિયા આપતા ગુજરાત ભાજપના સહ-પ્રવકતા ડો.ઋત્વિજ પટેલે કહ્યું કે, રાજકારણ અને લોકસેવા સૂત્રો દ્વારા કરવામાં આવતી નથી, રેવડીવાલ જી!! ભાજપની વધારે ચિંતા ન કરો, દારૂ મંત્રી અને તમારી ચિંતા કરો, રેવડીવાલજીની પાસે કોઈ જવાબદારી નથી, બસ હવે સુત્રોની વાત કરશે, સાચું જ કહ્યું છે કે ખાલી દિમાગ શૈતાનનું!!








