Saturday, May 2, 2026
HomeGujaratભરૂચના PIને પોલીસ કર્મચારીઓએ આપી યાદગાર વિદાય, શણગારેલી જીપને પોલીસ કર્મચારીઓએ ખેંચીને...

ભરૂચના PIને પોલીસ કર્મચારીઓએ આપી યાદગાર વિદાય, શણગારેલી જીપને પોલીસ કર્મચારીઓએ ખેંચીને PIને વિદા કર્યા, જુઓ Video

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભરૂચ: ગુજરાતમાં તાજેતરમાં ઘણા બધા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જની બદલીઓ કરવામાં આવી છે. સામાન્ય રીતે એક અધિકારી કે કર્મચારી કોઈ જગ્યાએ ફરજ બજાવતા હોય ત્યાં સહકર્મીઓ સાથે એક આત્મીયતાનો સંબંધ બંધાઈ જાય છે. એવા સમયે જ્યારે કોઇની બદલી થાય ત્યારે સમગ્ર સ્ટાફ પોતાના માણસની બીજે બદલી થઈ હોય તેવું અનુભવે છે. આવું જ કઈક ભરૂચમાં પણ જોવા મળ્યું હતું. ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઈન્સ્પેકટર એ. કે. ભરવાડની બદલી થતાં પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તેમને વિદાય આપવામાં આવી હતી, જેના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

તાજેતરમાં થયેલી પોલીસ ઈન્સ્પેકટરની બદલીમાં ભરૂચ એ ડિવિઝનના પોલીસ ઈન્સ્પેકટર એ. કે. ભરવાડનું પણ નામ હતું. પોલીસ સ્ટેશનના સ્ટાફમાં PIના જવાનું દુઃખ તો હતું છતાં તેમણે શુભેચ્છા સાથે PIને યાદગાર વિદાય આપી હતી. શ્રીફળ આપીને, શાલ ઓઢાડી અને ફુલહાર પહેરાવી તેમને સમગ્ર સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનમાં લાલ જાજમ પાથરી PI ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. PI એ. કે. ભરવાડ પોલીસ સ્ટેશનની બહાર નીકળતા જ તેમના માટે શણગારેલી પોલીસ જીપ હાજર હતી.

- Advertisement -

આ શણગારેલી જીપમાં તેમને બેસાડી પોલીસ સ્ટેશનની બહાર સુધી સમગ્ર પોલીસ સ્ટેશનના 30 કરતાં વધુના સ્ટાફ દ્વારા દોરડાંથી બાંધેલી જીપને હાથ વડે ખેંચવામાં આવી હતી. સ્ટાફ દ્વારા આવી વિદાયને જોઈને PI એ. કે. ભરવાડ ભાવુક અને ગડગદિત થઈ ગયા હતા. તેમણે સમગ્ર સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ જેટલા સમયમાં તેમણે અને પોલીસ સ્ટેશનનો સ્ટાફ એક બીજા સાથે લાગણીઓથી જોડાઈને કામ કરતાં હતા ત્યારે હવે જ્યારે PIની બદલી થઈ ત્યારે તમામ લોકો ભાવુક થઈ ગયા હતા.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular