Sunday, May 10, 2026
HomeGujaratVideo: ભરૂચમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોએ બસને ધક્કા મારવાની આવી નૌબત, જાણો શું...

Video: ભરૂચમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોએ બસને ધક્કા મારવાની આવી નૌબત, જાણો શું થયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભરૂચ: ગુજરાત સરકારની બસ સેવા GSRTCની સુવિધાનો લાભ રોજ લાખો લોકો મેળવતા હશે, પરંતુ આજે ભરૂચમાં GSRTCની બસને મુસાફરોએ અને વિદ્યાર્થીઓએ સેવા આપવી પડી હોવાના અહેવાલ સામે આવ્યા છે. બસ કીચડમાં ફસાતા બસમાં બેસવા આવેલા મુસાફરો અને વિદ્યાર્થીઓ બસને ધક્કા મારતા નજરે પડ્યા હતા. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે.

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલા સ્ટેશનની આ વાત હોવાના અહેવાલ મળી રહ્યાં છે. જ્યાં આજરોજ બુધવારે બસમાં મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને બસ કીચડમાં ફસાઈ જતા બસને ધક્કા મારવા પડ્યા હતા. આ બસ સ્ટેશનમાં પ્રાથમિક સવલતોનો અભાવ હોવાના પણ લોકો વિડિયો જોયા બાદ પ્રશ્નો કરી રહ્યાં છે, ત્યારે વિદ્યાર્થીઓએ તાજેતરમાં જ વિરોધ પ્રદર્શન કરી ગંદકી, પીવાનું શુધ્ધ પાણી જેવી પ્રાથમિક બાબતોને લઈ માગણી કરી હતી.

- Advertisement -

કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ વિદ્યાર્થીઓને બસ ડેપામાં પડતી મુશ્કેલીને લઈ ડેપો પર પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે આક્ષેપ લાગ્યો હતો કે બસ સ્ટેશન પર વોશરૂમને પણ તાળા છે. આજે બસ સ્ટેશનમાં કીચડથી ભરેલા મેદાનમાં બસ ફસાઈ જતા બસને કાઢવી મુશ્કેલ બની હતી, ત્યારે બસમાં સવાર અને બસ સ્ટેશનમાં હાજર લોકોએ ધક્કામારી GSRTCની આ બસ બહાર કાઢવા સેવા આપવી પડી હતી. ત્યારે NSUI  દ્વાર ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે જો ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે.





Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular