નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં આગામી સમયમાં યોજાવનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી તમામ રાજકીય પક્ષોએ શરુ કરી દીધી છે. દર વર્ષની જેમ આ વખતે પણ ભાજપમાં ભરતી મેળો યથાવત છે. જ્યારે કોંગ્રેસ વઘુ તુટતી નજરે પડી રહી છે. તેવમાં આ વર્ષે ત્રિ પાખીયા જંગમાં કોંગ્રેસને વઘુ નુકસાન થવાની સંભાવના રાજકીય પંડીત દ્વારા કરવામાં આવી રહી છે. તેમાં કોંગ્રેસ પાર્ટી આગળની વ્યુહરચના ઘડવા રાજ્યના નેતાઓ દ્વારા દિલ્હીની અવર જવર વધી છે.
આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે. ગુજરાત કોંગ્રેસ માટે ઓબઝર્વર અને સિનિયર ઓબઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. સિનિયર ઓબઝર્વર તરીકે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ઓબઝર્વર તરીકે ટી.એસ સિંઘ અને મિલિન્દ દીઓરાની નિમણૂક કરવામાં આવી છે. રાજસ્થાન રાજકીય સંકટ વચ્ચે પણ તેમણે સરકાર પડતા બચાવી રાખી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








