નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરામાં છેલ્લા બે દિવસથી ત્રણ બાળકો ગુમ થયા હોવાની એક ઘટના બની છે. છેલ્લા બે દિવસથી ત્રણ બાળકો લાપતા હોવાના કારણે બાળકોના માતા-પિતાએ ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. ત્રણ બાળકોના અપહરણની ફરિયાદ મળતા જ પોલીસે આ બાળકોને શોધવા માટે અલગ અલગ ટીમ બનાવીને તેમને શોધવા ચક્રો ગતિમાન કાર્ય છે.
પ્રાથમિક જાણકારી મુજબ ફતેહગંજ બ્રીજ નીચે રહેતા શ્રમજીવી પરિવારના આ બાળકો છે જે છેલ્લા બે દિવસથી લાપતા છે. પોલીસ ફરિયાદ બાદ પોલીસ આ બાળકોની શોધ કરી રહી છે. પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી.પરમારે જણાવ્યું હતું કે, “બે દિવસ પહેલા સાંજે પાંચ વાગ્યે ત્રણ બાળકો ગુમ થયા છે. સયાજીગંજ, છાણી અને ફતેહગંજ પોલીસ સ્ટેશનના 60થી 70 માણસોની ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. 9 વર્ષની બાળકી અગાઉ પણ આ રીતે ક્યાંક ચાલી ગઇ હતી. હાલ ટેક્નિકલ સર્વેલન્સથી માંડીને CCTV કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ પણ આ મામલે ગંભીરતા દાખવીને બાળકોને શોધવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.”
બાળકોના માતા પિતાએ જણાવ્યું હતું કે અમને જયારે ખબર પડી કે અમારા બાળકો ગુમ થયા છે ત્યારે અમે આસપાસના બધા જ વિસ્તારોમાં બાળકોની શોધખોળ કરી હતી, પરંતુ બાળકો મળ્યા નહીં જેથી અમે ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં બાળકોનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











