પીયૂષ ગજ્જર,નવજીવન: હાલ સમગ્ર ગુજરાત સહીત ભારતવર્ષ મા માં જગદંબા ની આરાઘનાનો પર્વ નવરાત્રી ચાલી રહી છે..ત્યારે નાની શેરી થી લઇને મોટા શહેરો ના મા ઠેર-ઠેર નવરાત્રી પર્વ મા ગરબાની રમઝટ ચાલી રહી છે…ત્યારે અમદાવાદ જિલ્લા ના વિરમગામ તાલુકા ના જુનાપાઘર ગામે નવરાત્રી ની ઉજવણી ગરબા રમી ને નથી કરાતી અહીં છેલ્લા 500 થી વઘુ વર્ષો થી ગામના યુવાનો દ્રારા તેમજ પુરૂષો સ્ત્રી નો વેશ ઘારણ કરી ને રામાયણ,મહાભારત,વીર માંગળાવાળો, હોથલપદમળી ,ભાદર ના કાંઠે.સહીતના વિવિઘ ઇતિહાસો ના પાત્ર ઘારણ કરી નાટકો તેમજ ભવાઇ ભજવવામા આવે છે.
Advertisement
જીહા.,વિરમગામ ના જુનાપાધર ગામ મા વર્ષો જુનું તોતળ માતાજી નું મંદિર આવેલ છે..ગામલોકોની લોકવાયકા છે કે વડવાઓ વખતે જ્યારે આ ગામની બાંઘણી બંઘાણી (ગામની સ્થાપના) તે સમય થી આ માતાજી નું જુનું સ્થાનક છે….ત્યારે વર્ષો પહેલા એક વર્ષે નવરાત્રી મા ભવાઇની શરૂઆત કરેલી અને કોઇ કારણોસર બીજા વર્ષે ભવાઇ ન યોજાઇ ત્યારે તેજવર્ષે ગામમા મોટી આફત આવી હતી…ત્યારે જેતે વખતે ગામના વડવાઓએ નક્કી કર્યુ હતું.
ત્યારથીજ દર વર્ષે પરંપરાગત નવરાત્રી મા અહી તોતળ માતાજીની આરાઘના સાથે અહી ગામના યુવાનો દ્રારા વિવિઘ પાત્ર ઘારણ કરી નાટકો તેમજ ભવાઇ ભજવવામા આવે છે…ગામના 1000 થી વઘુ યુવાનો વિવિધ પાત્રો તેમજ પુરૂષો સ્ત્રી નો વેશ ઘારણ કરી ભવાઇ-નાટક રમે છે…તેમજ કોઇ ને માતાજી ની માનતા હોય તો તે પોતે ફારચી(નાળાછળી) પહેરી ને અહીં ભવાઇ-નાટક ભજવે છે..અને ગામના તોતળ માતાજી માનતા પુરી કરી પોતાની મનોકામના પુરી કરે છે..
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.
Advertisement