નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં મુસાફર ભરેલી સિટી બસનો અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જો કે રાજ્યમાં અવાર-નવાર બેફામ બસ હાકતા ડ્રાઈવર્સના કારણે અકસ્માત થતો હોય છે. પરંતુ સુરતમાં થયેલો અકસ્માત ડ્રાઈવરને અચાનક ખેંચ આવતા બન્યો હતો. રોડ પર દોડી રહેલી સિટી બસ બેકાબૂ બનીને હોટલની દીવાલમાં અથડાતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
સુરતમાં દિલ્હી ગેટ વિસ્તારમાં સિટી બસનો અકસ્માત સર્જાયો છે. બસ જ્યારે ઓવેરબ્રિજની નીચેના રોડ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક બસ બેકાબૂ બનીને હોટેલની દીવાલમાં ઘૂસી ગઈ હતી. બસ બેકાબૂ બનતા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. બસ પહેલા રોડની સાઈડમાં ઊભેલી એક કારમાં ઘૂસી હતી. ત્યાર બાદ બે બાઇકને અડફેટમાં લઈને હોટલની દીવાલમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતને કારણે કેટલાક મુસાફરો ઈજગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત મુસાફરોને અને ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. સમગ્ર અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે.
સુરતઃ ચાલુ બસે ડ્રાઈવરને આવી ખેંચ, જુઓ Video બસ ભટકાઈ દીવાલમાં, #Surat #bikeAccident #BusAccident #Accident #Roadsafety #CCTV #Video pic.twitter.com/KT3c7IA1gD
— Urvish patel (@reporterurvish) May 3, 2022
મહાનગરપાલિકાના ડેપ્યૂટી કમિશનર કમલેશ નાયકે જણાવ્યું હતું કે, સિટી બસ નંબર 126 દ્વારા અકસ્માત સર્જાયો હતો. બસ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીથી સ્ટેશન તરફના રોડ પર જઈ રહી હતી તે દરમિયાન અકસ્માત થયો હતો. બસ ડ્રાઈવરને ખેંચ આવતા બેભાન થઈ ગયો હોવાના કારણે અકસ્માતની ઘટના બની હતી. બસમાં ચાર મુસાફરો જ સવાર હતા ઉપરાંત બસ જે કારમાં અથડાઇ હતી તેમાં કોઈ બેઠેલું ન હોવાથી મોટી જાનહાનિ થઈ નથી.
![]() |
![]() |
![]() |











