Friday, July 3, 2026
HomeGujarat90ના દાયકાની આ 5 હોરર ફિલ્મોએ મચાવી હતી દહેશત, એક ફિલ્મ બાદ...

90ના દાયકાની આ 5 હોરર ફિલ્મોએ મચાવી હતી દહેશત, એક ફિલ્મ બાદ લોકો એકલા સૂતાં પણ ડરતા હતા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ડેસ્કઃ એક સમય એવો હતો જ્યારે હોરર ફિલ્મો માત્ર મનોરંજન નહોતી, પરંતુ દર્શકોના મનમાં ખરેખર ભય ઊભો કરી દેતી હતી. ખાસ કરીને 80-90ના દાયકામાં આવી ફિલ્મોનું અલગ જ ક્રેઝ હતું. તે સમયમાં આજની જેમ હોરર સાથે કોમેડીનું મિશ્રણ કરીને ડર હળવો કરવામાં આવતો નહોતો. અંધારી હવેલીઓ, અચાનક વાગતું ભયજનક સંગીત, કબ્રસ્તાનના દૃશ્યો અને સફેદ સાડીમાં દેખાતી ડરામણી આત્માઓ દર્શકોને ખરેખર ચોંકાવી દેતા હતા. સિનેમાઘરમાં ફિલ્મ જોતી વખતે ચીસો પડતી અને ફિલ્મ પૂરી થયા બાદ ઘરે જતા લોકો વારંવાર પાછળ વળી ને જોતા. ખાસ કરીને રામસે બ્રધર્સની ફિલ્મોએ એ સમયના દર્શકો પર ભારે છાપ છોડી હતી. આજે પણ 90ના દાયકાની કેટલીક હોરર ફિલ્મો લોકોમાં બાળપણનો ડર તાજો કરી દે છે.

‘બંદ દરવાજા’ તે સમયની સૌથી ચર્ચિત હોરર ફિલ્મોમાંથી એક ગણાય છે. આ ફિલ્મમાં દર્શકોએ પહેલીવાર ભારતીય સ્ટાઇલના ડ્રેક્યુલા જેવા પાત્રને જોયું હતું. ફિલ્મનું ભયજનક વાતાવરણ અને સસ્પેન્સ લોકોના મનમાં લાંબા સમય સુધી જીવંત રહ્યા હતા. કહેવાય છે કે ફિલ્મ જોયા બાદ ઘણા લોકો રાત્રે એકલા બહાર જતાં ગભરાતા હતા. અરુણા ઈરાની જેવી જાણીતી અભિનેત્રીએ પણ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

- Advertisement -

‘સન્નાટા’એ પણ હોરર ફિલ્મપ્રેમીઓમાં ખાસ ઓળખ બનાવી હતી. નામ પ્રમાણે જ ફિલ્મમાં રહસ્ય અને ડરનું વાતાવરણ સતત જાળવવામાં આવ્યું હતું. 1981માં વિનોદ મહેરા, બિંદિયા ગોસ્વામી, હેલન અને સારિકા જેવા જાણીતા કલાકારોના અભિનયથી ફિલ્મ વધુ પ્રભાવશાળી બની હતી. તેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને અંત સુધી જાળવાયેલો સસ્પેન્સ દર્શકોને બાંધી રાખતો હતો.

રામસે બ્રધર્સની ‘વીરાના’ 90ના દાયકાની સૌથી લોકપ્રિય હોરર ફિલ્મોમાંથી એક હતી. હેમંત બિર્જેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી, જ્યારે અભિનેત્રી જાસ્મિન દ્વારા ભજવાયેલું ડાયણનું પાત્ર ખાસ ચર્ચામાં રહ્યું હતું. તે સમયના દર્શકો માટે આ પાત્ર એકદમ અલગ અનુભવ હતું. ભય અને ગ્લેમરના મિશ્રણને કારણે ફિલ્મ યુવાનોમાં ખૂબ લોકપ્રિય બની હતી.

‘ડાક બંગલા’ 1987ની કહાની એક ભયાનક અને રહસ્યમય સ્થળની આસપાસ ફરે છે, જ્યાં અજીબ અને ડરામણી ઘટનાઓ સતત બનતી રહે છે. ફિલ્મમાં મઝહર ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી. સસ્પેન્સ અને હત્યાના દૃશ્યોને કારણે આ ફિલ્મે દર્શકોમાં જોરદાર રોમાંચ ઊભો કર્યો હતો અને હોરર પ્રેમીઓમાં ખાસ સ્થાન મેળવ્યું હતું.

- Advertisement -

‘પુરાની હવેલી’ પણ રામસે બ્રધર્સની સૌથી યાદગાર હોરર ફિલ્મોમાં ગણાય છે. દીપક પરાશર અને અમિતા નાંગિયાની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મ એક નવપરિણીત દંપતીની કહાની કહે છે, જે એક રહસ્યમય હવેલીમાં ફસાઈ જાય છે. ત્યારબાદ ઘટતી ભયજનક ઘટનાઓએ દર્શકોને લાંબા સમય સુધી ડરાવ્યા હતા. ટીવી પર ફરી પ્રસારિત થયા પછી પણ આ ફિલ્મનો ડર ઓછો થયો નહોતો.

90ના દાયકાની આ ફિલ્મો માત્ર સિનેમાનો ભાગ નહોતી, પરંતુ એક એવો અનુભવ હતી, જેને જોયા બાદ લોકો ખરેખર ભયનો અહેસાસ કરતા હતા.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular