નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વનો નિર્ણ કરવા માટે એલઆરડી આંદોલનની મુખ્ય માગ મુદ્દે એક બેઠ કરી હતી. તેમણે ઉમેદવારો સાથે આ મામલે બેઠક કરી હતી. તેમણે ઉમેદવારોને મળીને આ અંગેની જાહેરાત કરી કે તેમની 20 ટકા વેઈટિંગ લિસ્ટની માગ સરકાર સ્વીકારી રહી છે.
હર્ષ સંઘવીએ આ મામલે ઉમેદવારોનું મોઢું મીઠું પણ કર્યું હતું. તેમણે કહ્યું કે બે દિવસમાં આ નિર્ણય અંગેનો સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવશે. છેલ્લા મહિનાઓથી ચાલતા આ આંદોલનને પગલે આખરે સરકારે મહત્વનો નિર્ણય કર્યો હતો. ઉમેદવારોએ પણ આ અંગે કહ્યું કે સરકારે અમારી માગણીને વાચા આપી છે. સરકારનો આ નિર્ણય થઈ લગભગ અહીં હાજર મોટાભાગના ઉમેદવારોમાં ખુશીનો માહોલ જવો મળ્યો હતો. ઘણા ઉમેદવારો ભાવુંક થઈ ગયા હતા.
ચા પીવડાવી પારણા કરાવ્યા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આ આંદોલન દરમિયાન માગણીનો સ્વીકાર થાય તે માટે બાધાઓ રાખી હતી. આજે હું તેમને ચા પીવડાવી પારણા કરાવું છું. આ સાથે તેમણે ઉમેદવારને ચા પીવડાવી પારણા કરાવ્યા હતા. તેમણે કહ્યું કે, વર્ષ 2020માં અંતિમ પરિણામ જાહેર થયું પણ વેઈટિંગ લિસ્ટ બનાવાયું ન્હોતું. ઉમેદવારોની લાગણી અને માગણીને ધ્યાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશિલ સરકારે વેઈટિંગ લિસ્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ પણ નાગરિકોના હિતમાં નિર્ણય કરાયો છે. આ નિર્ણયને પગલે પોલીસના બળમાં વધારો થશે. રોજગારીની પણ સુવર્ણ તક મળશે. 12118 જગ્યાઓ પર ભરતી કરાઈ હતી. 20 ટકાની વેઈટિંગ લિસ્ટની યાદી અપ્રુવ કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. વેઈટિંગને દસ ટકાથી વધારી વીસ ટકા કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં આ નિર્ણય પોલીસ બેડામાં વધારે પોલીસ જવાનો મળશે અમે સહુ ઉમેદવારોને મેં અભિનંદન આપ્યા છે. કુલ ભરતી પ્રમાણે જીઆર તૈયાર કરવામાં આવશે જેમાં 20 ટકા વેઈટિંગ લિસ્ટ આપવામાં આવશે.
LRD ભરતી આંદોલનની અસરઃ 20 ટકા વેઈટિંગ લિસ્ટની માગ સરકારે સ્વિકારી pic.twitter.com/4aB3Y8JPmb
— Navajivan News (@NavajivanNews) April 22, 2022








