અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તાર શીલજમાં 17 કરોડ રુપિયાા ખર્ચે નવું સ્મશાન ગૃહ બનાવવામાં આવ્યું છે. 12 હજાર ચોરસ મીટરમાં બનેલા આ સ્મશાનગૃહની ખાસિયત એ છે કે તેમાં પ્રાર્થનાસભા માટે હોલ, અસ્થિ કલેક્શન રુમની સાથે સાથે કાફેટેરિયા પણ બનાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે પહેલા ગુરુકુળ રોડ, સિંધુભવન રોડ, શીલજ, બોપલ, ઘુમા તેમજ ભાડના લોકોને થલતેજ સ્મશાનગૃહ જવું પડતું હતું.
તેમજ હવે શહેરના અન્ય 10 સ્મશાનો જમાલપુર, હાટકેશ્વર, સૈજપુર, રખિયાલ, વાડજ, સાબરમતી અચેર, રામોલ-હાથીજણ, કઠવાડા અને વીએસ હોસ્પિટલ પાસેના સ્મશાનગૃહને પણ આધુનિક બનાવવામાં આવશે.








