Saturday, October 25, 2025
HomeGujaratGandhinagarયુવરાજસિંહ કરશે મોટો ધડાકો, રાજ્ય સરકાર અને કેટલાંક અધિકારીઓની વધી શકે છે...

યુવરાજસિંહ કરશે મોટો ધડાકો, રાજ્ય સરકાર અને કેટલાંક અધિકારીઓની વધી શકે છે મુશ્કેલી..

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ગાંઘીનગર: ગુજરાતમાં પેપર લીક થવા અને નકલી પીએસઆઈ મામલે રાજ્ય સરકાર દબાણમાં છે. ત્યારે 2 દિવસ પહેલા ભાવનગર યુનિવર્સિટી પેપર લીક (Bhavnagar University Paper Leak) થયું હતું. જે ઘટનાને પણ રાબેતા મુજબ યુવરાજસિંહ જાડેજા દ્વારા ઉજાગર કરવામાં આવી હતી. ત્યારે આજરોજ યુવરાજ સિંહ જાડેજા (YuvrajSinh Jadeja) ફરી નવો ઘટસ્ફોટ કરશે તેવા અહેવાલો મળી રહ્યાં છે.

મળતી વિગતો અનુસાર, વિધ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આજરોજ એક પત્રકાર પરિષદનુ આયોજન કરવામાં આવ્યુ છે. ગાંધીનગરના અખબાર ભવન ખાતે યુવરાજસિંહ જાડેજા સરકારી ભરતીમા ગેરરીતિ એને પેપરલીક મામલે કેટલાંક નવા ઘટસ્ફોટ કરશે. જેમાં માહિતી મળી રહી છે કે, યુવરાજ સિંહ જાડેજા નકલી પી.એમ.ઓ અધિકારી ઠગ કિરણ પટેલ સહિતના વધુ નકલી પીએસઆઈ અને પેપર ફોડવાના માસ્ટર માઈન્ડની કેટલીક સનસનીખેજ વિગતો જાહેર કરે તેવી શક્યતા છે.

- Advertisement -

યુવરાજ સિંહની આ પત્રકાર પરિષદને લઈને અનેક તર્ક વિતર્કો ચર્ચાઈ રહ્યાં છે. તેમાં મહત્વની ચર્ચા છે કે, ગુજરાતમાં વધુ ભરતીમાં ગેરરીતિ અને ઠગ કિરણ પટેલ જેવા અન્ય ઠગોની પુરાવા સહિતની માહિતી યુવરાજસિંહ જાહેર કરી શકે છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર યુનિવર્સિટીના પેપરલીક કાંડ સમયે પકડાયેલો ઈન્ચાર્જ આચાર્ય પણ પોલીસ પહેલાં યુવરાજસિંહ પાસે પહોંચી ગયો હતો. અને માફામાફી કરી મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે યુવરાજસસિંહ ગુજરાતની નકલી ભરતી બોગસ પીએસઆઈ અને પેપરલીક મામલે યુવરાજસિંહ નિષ્ણાંત બની ગયા હોય તેમ જણાય છે. પરંતુ આ સ્થિતિમાં રાજ્ય સરકાર દિવસે ને દિવસે વિવાદથી ઘેરાઈ રહી છે. જોવુ રહ્યું કે યુવરાજસિંહ આજની પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારની કેટલી મુશ્કેલી વધારી શકે છે અને કેટલાં અધિકારીઓને ખુલ્લાં પાડી શકે છે?.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular