Sunday, October 26, 2025
HomeGujaratAhmedabadગુજરાતમાં છૂટાછવાયા માવઠાંનું યલો એલર્ટ, છેલ્લા 24 કલાકમાં પાંચ જિલ્લામાં થયો વરસાદ

ગુજરાતમાં છૂટાછવાયા માવઠાંનું યલો એલર્ટ, છેલ્લા 24 કલાકમાં પાંચ જિલ્લામાં થયો વરસાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયો કમોસમી વરસાદ નોંધાયો છે. બુધવારે ડાંગ, સાબરકાંઠા, વલસાડ, બોટાદ અને દાહોદ સહિતના પાંચ જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. આજે પણ રાજ્યમાં છૂટાછવાયા હળવા વરસાદ માટે યલો એલર્ટ જારી કરાયું છે.

વિસ્તારવાર વરસાદની નોંધણી:વિસ્તારવાર વરસાદની નોંધણી:

- Advertisement -

દાહોદ તાલુકા: 0.75 ઇંચ

ઝાલોદ: 0.71 ઇંચ

ડાંગ (આહવા): 0.12 ઇંચ

- Advertisement -

વધઇ: 0.28 ઇંચ

સુબીર: 0.4 ઇંચ

બોટાદ (ગઢડા): 0.16 ઇંચ

- Advertisement -

રાણપુર: 0.4 ઇંચ

આજે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા?
હવામાન વિભાગ અનુસાર, આજે રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવ, ભરુચ, સુરત, નવસારી, વલસાડ અને વડોદરા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા ઝાપટાં પડવાની શક્યતા છે. રાજ્ય પર ઉપરી હવાની ચક્રવાતીય ગતિના કારણે વાતાવરણમાં આ બદલાવ જોવા મળી રહ્યો છે.

તાપમાનમાં ઉછાળો:
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની વિરામ સાથે તાપમાનમાં વધારો નોંધાયો છે:

રાજકોટ: 40.6°C

સુરેન્દ્રનગર: 40.8°C

કંડલા: 40°C

હવામાન વિભાગે આગાહીની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસમાં તાપમાનમાં વધુ 4°C સુધી વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે વાતવરણમાં વારંવાર થતા આવા ફેરફારો ખેડૂતો માટે ભારે ચિંતા જનક બની જાય છે. ખેડૂતોને છેલ્લી ઘડીઓમાં વાતાવરણને કારણે થતી સમસ્યાઓથી બચવાના ઉપાયો શોધવાની જરૂર ઊભી થઈ જાય છે. ખેડૂતોને અગાઉ પણ ઘણી વાર વાતાવરણમાં આવતા આવા એકાએક ફેરફારોને કારણે પારાવાર નુકસાનીઓ થઈ ચુકી છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular