ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): પાછલા સપ્તાહ કરતા અમેરિકન અન્ડર ગ્રાઉન્ડ નેચરલ ગેસ સ્ટોરેજ સહેજ વધીને ૧૦૧ અબજ ક્યુબીક ફૂટ થયાનો અહેવાલ એનર્જી ઇન્ફોર્મેશન એડ્મીનીસ્ટ્રેશને ગુરુવારે આપ્યો. આનો અર્થ એ થાય કે માંગ પુરવઠાની તુલા નબળી પડી છે અને તેને આધારે નેચરલ ગેસ વાયદા પર નીચે જવાનું દબાણ વધશે. અલબત્ત, જુલાઈ રોકડો વાયદો નજીવો ઘટ્યો હોવા છતાં, ગાતા મહિનાની તુલનાએ હજુ ૧૧ ટકા મજબુત છે. મેં મધ્ય થી આ વાયદો મજબૂતી ધારણ કરીને બેઠો છે. શુક્રવારે એશિયન બજારમાં ન્યુયોર્ક જુલાઈ પાકતો વાયદો ૩.૫૩ ડોલર અને ૩.૫૫ ડોલર પ્રતિ એમેમબીટીયુ (મેટ્રિક મીલીયન બ્રિટીશ થર્મલ યુનિટ) વચ્ચે અથડાઈ ગયો હતો.
એનાલિસ્ટો માનતા અહ્તા કે ૨૩ મેએ પુરા થયેલા સપ્તાહમાં પાંચ વર્ષની સરેરાશ કરતા સહેજ વધુ ૯૯ અબજ ક્યુબીક ફૂટ સ્ટોરેજ આંકડો આવશે. નેચરલ ગેસ જુલાઈ વાયદો કટમાં જવાની પ્રક્રિયા (રો ઓવર)માં જતો રહ્યો છે ત્યારે જોઈ શકાય છે કે જુલાઈ આરંભના સોદા કરતા વર્તમાન ભાવ વચ્ચે મોટો તફાવત છે. અમેરિકન સ્ટોરેજ ટેન્કમાં પુરવઠાની અછત ભાળીને આશ્ચર્ય થયું હતું, તેનું પ્રતિબિંબ ભાવમાં પણ ઝીલાયું છે. બુધવારે જે ઉછાળો આવ્યો તેવોજ જુન જુલાઈ વાયદાના આરંભે ભાવ મક્કમ શરુ થયા હતા. તેથી વાયદો રોલોવારમાં જતા તેની મોટી અસર જોવા મળી રહી છે. સાથે જ આપને એ પણ ધાય્નમાં રાખવાનું છે કે આગામી સપ્તાહે અમેરિકામાં ગરમીનું પ્રમાણ વધવાનું છે.
બજારની અપેક્ષા કરતા સ્ટોરેજ સપ્લાય નંબર ઓછા આવ્યા છે, આ બધાનો સરવાળો હવે ભાવને ઊંછે જવામાં મદદ કરશે. ટૂંકાગાળામાં બજાર કદાચ રેન્જ્બાઉન્ડ રહેશે પણ જો જુલાઈના ગરમીના અનુમાનો તપાસીએ તે સાથે સ્ટોરેજ રીપોર્ટ જોઈએ તો સમજી શકાય છે કે ભાવને નીચે જવાની જગ્યા ઓછી છે. જો ભાવ ૩.૫૩ ડોલરની સપોર્ટ લેવલ સપાટી જાળવી રાખશે તો ભાવમાં સ્થિરતા આવી શકે છે. પણ જો અહીંથી ભાવ ઘટશે તો બજારમાં નીચા ભાવની અફડાતફડી જોવા મળશે. જુલાઈ વાયદો ૩.૫૭ ડોલર આસપાસ અથડાય છે અને જો ગરમીનું જોખમ વધશે તો, ટ્રેડરો ભાવને ઉપર લઇ જવા ઉતાવળા થશે. અલબત્ત, નેટ ગેસ વેધર એજન્સી કહે છે પૂર્વના અમેરિકન રાજ્યોમાં ૪ અને ૯ જુનની ગરમી વધુ પ્રમાણમાં હશે. આને આધારે ઘરોને ઠંડા રાખવાની નેટગેસ માંગનું આકલન જુલાઈ વાયદાને ટેકારૂપ બની રહેશે.
બજાર ઓવર સ્પલાયનાં દબાણમાં છે, એ સાચું પણ, જો હવામાન ગરમ રહેશે તો બજારનો આંતરપ્રવાહ ફરી જતા વાર નહિ લાગે. ઘરોને ઠંડા રાખવાની માંગના સંકેત વહેલા મળવા લાગાશે સાથે જ રીગ કાઉન્ટમાં સારો એવો ઘટાડો જોવા મળશે તો ભાવને ટેકો મળવા લાગશે. શકાય છે કે ટૂંકાગાળામાં માંગ નરમ રહે કારણ કે અમેરિકન હવામાન પેટર્ન બદલાતી રહે છે. ૩.૫૬ ડોલરથી ઉછળીને નેટ ગેસ ૩.૭૪ ડોલરની ઉંચાઈએ ગયો, ત્યારે ભાવે ત્રિકોણ બનાવ્યો, હવે જો ૩.૬૬ ડોલરના રેસીસ્તાન્તને પાર કરે તે તે મહત્વની લાઈન ગણાશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796