નવજીવન ન્યૂઝ. મહેસાણાઃ ગુજરાતમાં વઘુ એક સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીત થઈ હોવાનો આરોપ સામે આવ્યો છે. ગઈકાલે લેવાયેલી વનરક્ષકની પરીક્ષામાં વિવાદમાં પડતા રાજ્ય સરકાર પર માછલા ઘોવાઈ રહ્યા છ. તો બીજી બાજુ વિદ્યાર્થીના ભવિષ્યને લઈને રાજકીય પક્ષ વિરોઘ પ્રદર્શન કરી રહી છે તેવામાં જે વિદ્યાર્થીની પર કોપી કેસ થયો છે તેના પિતાએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ કજુ કરી છે.
મહેસાણાના ઉનાવમાં વનરકક્ષ પરીક્ષા દરમિયાન કોપી કેસમાં ઝડપાયેલી મનિષા ચૈઘરીના પિતાએ નિવેદન આપતા જણાવ્યુ હતુ કે દીકરી પર લાગેલા તમામ આરોપો ખોટા છે. તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહી છે. અમે સામાન્ય પરિવારમાંથી આવ્યે છીએ. દીકરી સરકારી ભરતીની પરીક્ષાઓ માટે ખૂબ જ મહેનત કરતી હતી, રાત્રે અઢી વાગે પણ વાંચતી જોવા મળતી હતી. અમે એક વિઘા જમીનથી પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ.
વન રક્ષક પરીક્ષાના પેપર ફુટવા મામલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે વન રકક્ષની પરીક્ષામાં ચોરી થઈ હતી. પેપર ફૂટયું હોય આધાર પુરાવા આપો, કોંગ્રસ યુવાનોને ગેરમાર્ગે ન દોરે. આ મામલે મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્ય છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.