નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરામાં જનતાના પૈસાનો ખોટો વ્યય થતો હોવાનું સામે આવ્યું છે. વડોદરા મહાનગર પાલિકાના પદાધિકારીઓએ 13 મહિનામાં લાખો રૂપિયાનો ચા-નાસ્તો ઝાપટી ગયા છે. મેયર સહિત 4 પદાધિકારીઓએ 6.50 લાખ ચા-નાસ્ત પાછળ ખર્ચ કર્યા હોવાનું RTIમાં સામે આવ્યું છે. પદાધિકારીઓ જનતાના પૈસે તાગડધિન્ના કરતાં જોવા મળી રહ્યાં છે.
વડોદરા મહાનગર પાલિકાના પદાધિકારીઓ ચા-નાસ્તા કેટલો ખર્ચ કરે છે તે બાબતે આરટીઆઈ એક્ટીવીસ્ટ અતુલ ગામેચીએ RTI કરીને માહીતી માગી હતી. જેમાં સામે આવ્યુ છે કે, વડોદરાના મહનગર પાલિકાના મેયર કેયુર રોકડિયાએ છેલ્લા 13 મહિના દરમિયાન ચા-નાસ્તા પાછળ 89,172 રૂપિયાનો ખર્ચ કર્યો છે. ડેપ્યુટી મેયર નંદા જોશીએ 1,30,050 રૂપિયાનો ખર્ચ કર્યો છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનએ 2,98,313 રૂપિયાનો ખર્ચ કર્યો છે ઉપરાંત શાસક પક્ષ નેતા અલ્પેશ લીંબાચિયાએ 1,32,019 રૂપિયાનો ચા-નાસ્તા પાછળ ખર્ચ કર્યો છે. છેલ્લા 13 મહિનામાં વડોદરા મહાનગર પાલિકાના ચાર પદાધિકારીઓએ 6.50 લાખનો ચા-નાસ્તો ઝાપટી ગયા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.