નવજીવન ન્યૂઝ. વડોદરાઃ Vadodara Crime News: ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં સ્ટેટ મોનિટરીંગ સેલ (State Monitoring Cell) સતત રેડ કરીને દારૂ, (Liquor) જુગાર (Gambling) સહિતના ગેરકાયદેસર પ્રવૃતિઓનો પર્દાફાશ કરી રહી છે. ત્યારે ગઈકાલે સ્ટેટ મોનિટરિગ સેલના (SMC Raid) સંકજામાં એક રાજકીય મહિલા નેતાનો પતિ આવ્યો છે. વડોદરાના (Vadodara) પાદરામાં (Padra) નામચીન બુટલેગર (Bootlegger) અને માથાભારે વ્યક્તિની છાપ ધરાવતા ભાવેશ પટેલની કારમાંથી 15 પેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં હતી તે દરમિયાન તેમને માહિતી મળી હતી કે, પાદરા તાલુકાના ક્રિષ્ણા વાટીકા સોસાયટીમાં જલારામ ફાર્મની સામે આવેલા એક ખુલ્લા પ્લોટમાં એક સફેદ કલરની કાર પડી છે. જેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને રાખવામાં આવ્યો છે. માહિતીની આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દરોડો કરવા માટે પાદરાના જલારામ ફાર્મ પાસે પહોંચી હતી.
ખુલ્લા પ્લોટમાં પટેલી સફેદ કલરની કારની તપાસ કરતા કાર બંધ હાલતમાં પડી હતી. જેથી પોલીસ દ્વારા ગાડીનો કાચ તોડીને કારની અંદર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કારમાંથી 180 દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે 57,360 નો ભારતીય બનાવટનો વિદેશી દારુ અને કાર મળી કુલ 1.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે કારના માલિક અંગે તપાસ કરતાં કારનો માલિક ભાવેશ ઉર્ફે લાલાની માલિકનું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કાર માલિકના ઘરે જઈને તપાસ કરતાં ત્યાંથી કોઈ મળી આવ્યું ન હતું. જેથી આ અંગે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા પાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સ્થળ પરથી મળી ન આવેલા ભાવેશ ઉર્ફે લાલુ પટેલ સામે અગાઉ પોલીસ પર હુમલો કરવાના, પ્રોહિબિશન અને બળાત્કારનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. ત્યારે ફરી એકવાર ભાવેશ સ્ટેટ મોનિટરીંગ સેલના સંકજામાં આવ્યો છે. ભાવેશ પાદરા વોર્ડ નંબર 4ની મહિલા કોર્પોરેટર દિપાલી પટેલનો પતિ છે.
TAG: Vadodara News, Padra SMC Raid, SMC seized Liquor
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








