Wednesday, December 17, 2025
HomeGeneralઅમેરિકામાં ધુષણખોરી કરતા મોતને ભેટેલા પરિવારના સ્વજને એજન્ટો વિરૂધ્ધ નોંઘાવી ફરિયાદ

અમેરિકામાં ધુષણખોરી કરતા મોતને ભેટેલા પરિવારના સ્વજને એજન્ટો વિરૂધ્ધ નોંઘાવી ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણા: Mehsana News: થોડા સમય અગાઉ મહેસાણાનો ચૌધરી પરિવાર (Chaudhary Family) કેનેડાથી અમેરિકા (US-Canada Border) ગેરકાયદેસર ઘૂષણ ખોરી કરી રહ્યો હતો. તે દરમિયાન સેન્ટ લોરેન્શ નદીમાં હોડી પલટી ખાઈ જતા દંપતી સહિત પુત્ર, પુત્રીનું મૃત્યુ નિપજ્યું હતું. જે કેસમાં એજન્ટો (Agents) મારફતે ગેરકાયદેસર રીતે પરિવાર બોર્ડર ક્રોસ કરતા સમયે આ ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. ચૌધરી પરિવારના મૃત્યુ મામલે મહેસાણા ક્રાઈમબ્રાંચે (Mehsana Crime Branch) તપાસ હાથધરી હતી ત્યારબાદ, મૃતકના ભાઈએ પરિવારને બળજબરીથી બોર્ડર ક્રોસ કરાવાના આરોપ કરતા ત્રણ એજન્ટો સામે ફરિયાદ નોંધાઈ છે. અમેરિકા પહોંચાડી આપવા માટે એજન્ટો મૃતકના ભાઈ અશ્વિન ચૌધરી પાસેથી 60 લાખ રૂપિયા લીધા હતા. જેમાં પ્રત્યેક વ્યકિત દીઠ 15 લાખ રૂપિયાની ડીલ થઈ હતી. સુરક્ષિત બોર્ડર ક્રોસ કરવાનું કહી જીવના જોખમ બોર્ડર ક્રોસ કરાવતા પરિવારના ચારેય સભ્યોના મૃત્યુ નિપજ્યું હતું. જે અંગે અશ્વિનભાઈએ વડાસણના નિકુલજી વિહોલ, સચિન વિહોલ તેમજ દઢિયાળાના અર્જુનસિંહ સામે વસાઈ પોલીસ સ્ટેશન (Mehsana police) ખાતે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : ચૌધરી પરિવારને અમેરિકા મોકલવા મોતના મુખમાં ઘકેલનાર એજન્ટનું નામ આવ્યું સામે, SOGએ શોધખોળ કરી શરૂ

- Advertisement -

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ગામમાં (Manekpur Village) રહેતા પ્રવીણ ચૌધરી પોતાના પરિવાર સાથે કેનેડા ગયા હતા. જ્યાં તેમની મુલાકાત મહેસાણના સચિન વિહોલ સાથે થઈ હતી. પ્રવીણભાઈએ એમરિકા જવા માટે સિચન વિહોલ સાથે વાત કરી હતી. જેમાં સિચન વિહોલે મહેસાણાના બે એન્જટો સાથે વાત કરી 60 લાખ રૂપિયામાં બોર્ડર ક્રોસ કરાવી અમેરિકા પહોંચાડી આપવાની ડીલ થઈ હતી. વડાસણમાં રહેતા એજન્ટ નિકુલસિંહે મૃતકના ભાઈ અશ્વિનને પહેલા ટેક્સી મારફતે પ્રવણીના પરિવારને અમેરિકા ઘુસાડી આપવાની વાત કરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ એજન્ટોએ પરિવારને સુરક્ષિત અમેરિકા પહોંચાડવા માટે તમામ જવાબદારી લીધી હતી. ત્યાર બાદ અશ્વિનભાઈએ 60 લાખ રૂપિયા એજન્ટ નિકુલ સિંહને આપ્યા હતા .

જોકે બે દિવસ બાદ એજન્ટે કહ્યું કે આગળ લાઈન કિલયર ન હોવાથી બોટમાં જવુ પડશે જોકે મૃતકના ભાઈ અશ્વિને એજન્ટને કહ્યું કે ટેકસીમાં પહોંચાડવાની વાત થઈ છે. જેમાં એજન્ટ નિકુલે હોડીમાં નદી પસાર કરવાનું 5-7 મિનિટનું રસ્તો હોવાનું કહ્યું હતું. ત્યારબાદ પ્રવીણભાઈ સાથે એજન્ટ વાત કરતા પ્રવીણભાઈએ નદી મારફતે જવાની તૈયારી બતાવી હતી. બાદમાં જ્યારે તેઓ બોટમાં સવાર થઈ સેન્ટ લોરેન્સ નદીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક બોટ પલટી જવાના કારણે પરિવાર નદીમાં ખાબકી જતા મૃત્યુ નિપજ્યું હતું.

બાદમાં મહેસાણમાં રહેતા અશ્વિનભાઈએ એજન્ટ નિકુલસિંહને ફોન કરતા પૂછ્યું કે મારા ભાઈ ફોન ઉપાડતા નથી. ત્યારે એજન્ટએ ફરિયાદીને ખોટા આશ્વાસન આપતા કહ્યું કે, અશ્વિનભાઈ સહિત પરિવાર અમેરિકા પહોંચી ગયો છે. જ્યાં તેમને પોલીસે પકડી લીધા છે અને તેના કારણે તેમનો ફોન નથી લાગી રહ્યો. જોકે નદીમાં મહેસાણાનો પરિવાર ડૂબી જવાથી મૃત્યુના સમાચાર આવતા સમ્રગ ઘટના પરથી પડદો ઉંચકાયો હતો. જે મામલે મૃતકના ભાઈ અશ્વિનભાઈ ચૌધરીએ ત્રણેય એજન્ટ સામે ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular