Saturday, May 30, 2026
HomeGujaratઉનાઃ યુવકે પીડિતાને સંબંધીના ઘરે બોલાવી ગુજાર્યું દુષ્કર્મ, ભાઈએ નોંધાવી ફરિયાદ

ઉનાઃ યુવકે પીડિતાને સંબંધીના ઘરે બોલાવી ગુજાર્યું દુષ્કર્મ, ભાઈએ નોંધાવી ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ઉનાઃ ઉનાના નવા બંદર પોલીસ મથકના એક ગામની સગીરાને બીજા ગામના ૨૧ વર્ષીય યુવકે સંબંધીના ઘરે બોલાવી બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કર્યાની ફરિયાદ થઈ છે. સગીરાના ભાઈએ આ મામલાની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ હતી. ઉના પોલીસે આ ઘટનાની ફરિયાદને આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઉનાના એક ગામમાં રહેતી અને મજૂરી કામ કરતી ૧૭ વર્ષીય સગીરાને પોતાના ઘરે એકલી હોય ત્યારે સાંજના સમયે અક્ષય ધીરુભાઈ બારૈયા ઉ.૨૧ (રહે પાલડી) પીડિતાના ગામે આવી પીડિતાને સબંધીના ઘરે મળવા બોલાવી હાથ પકડી રસોડામાં લઇ ગયો હતો. ફરિયાદ પ્રમાણે સગીરાની મરજી વિરુદ્ધ ત્યાં બળજબરી પુર્વક શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારી કોઈને કહીશ કે પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે અહીં વિસ્તારના ગામમાં બળાત્કારનો ગંભીર ગુન્હો બન્યો હોય જેમાં પોલીસે સત્વરે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ પીડિતાની વેદનાને સમજી સગીરાના ભાઈ દ્વારા કરવામાં આવી ફરિયાદ નોંધી આરોપી અક્ષય ધીરુભાઈ બારૈયા રહે. પાલડીને પકડી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

(અહેવાલ આભારસઃ ધર્મેશ જેઠવા, ઉના)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular