Saturday, October 25, 2025
HomeGujaratજે મંદિરની સુખડી પણ ઘરે નથી લઈ જવાતી તેના ટ્રસ્ટીઓ ભગવાનના દાગીના...

જે મંદિરની સુખડી પણ ઘરે નથી લઈ જવાતી તેના ટ્રસ્ટીઓ ભગવાનના દાગીના અને દાનની રકમ ચોરી ગયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Mahudi News: ગુજરાતના પાટનગર ગાંધીનગરથી (Gandhinagar) 35 કિલોમીટરના અંતરે આવેલા મહુડી ગામમાં (Mahudi Village) ઘંટાકર્ણ મહાવીરનું દેરાસર (Ghantakarna Mahavir Temple ) આવેલું છે. જે જૈનાનું પવિત્રધામ ગણાય છે. આ મંદિરમાં પ્રસાદ તરીકે અપાતી સુખડી પણ ઘરે ન લઈ જવાય તેવી માન્યતા છે. ત્યારે આ મંદિરના બે ટ્રસ્ટીઓ દ્વારા ભગવાનના દાગીના અને ભંડારામાંથી રોકડ રકમ ચાઉં કરી ગયાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે મહુડી મંદીરના (Mahudi Jain Temple) ટ્રસ્ટીએ પોલીસ ફરિયાદ દાખલ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

મહુડી મંદીરના ટ્રસ્ટી ભુપેન્દ્ર શાન્તીલાલ વોરાએ કરેલી ફરિયાદ અનુસાર, મહુડી મંદીરમાં કુલ આઠ ટ્રસ્ટીઓ છે. જેમાં વોરા સમાજના 2, શાહ સમાજના 2, મહેતા પરિવારના 4 ટ્રસ્ટીઓ છે. તમામની કામગીરી મહુડી મંદીરની વહીવટી અને ધાર્મીક આયોજનની છે. મહુડી ઘંટાકાર્ણ વીર ભગવાનના મંદીરમાં આવેલી દાનપેટીમાં ભક્તો દ્વારા જે ચડાવો કરવામાં આવે છે. તેને ટ્રસ્ટીઓની હાજરીમાં બે-ત્રણ મહિને ખોલવામાં આવે છે. જેમાં રહેલી રોકડ અને દાગીનાની ભંડાર પત્રકમાં એન્ટ્રી કરીને માહિતી રાખવામાં આવે છે.

- Advertisement -

ઘંટાકર્ણ મહાવીર દેવના સંપૂર્ણ વર્ષનો સોનાનો વરખનો ઉતારો ધનતેરના દિવસે ઉતારવામાં આવે છે. જેને એક ડોલમાં તીજોરીમાં રાખવામાં આવે છે. ગઈ દિવાળીઓએ આ વરખને ગળાવવા માટે બહાર કાઢી હતી. પરંતુ તે દિવસે ગળાવવું શક્ય ન થતા પરત તિજોરીમાં મુકી તાળુ મારી દેવામાં આવ્યું હતું. તારીખ 15 ફેબ્રુઆરીએ ટ્રસ્ટીઓની હાજરીમાં આ વરખને ગળાવવા માટે ગયા હતા ત્યારે જાણવા મળ્યું હતું કે તેમાં 700થી 800 ગ્રામ વજન ઓછું છે.

સોનાનું વરખ ઓછું નિકળા આ બાબતે ટ્રસ્ટીઓ અને સ્ટાફની કટકાઈથી પુછપરછ કરવામાં આવી હતી. તે દરમિયાન સામે આવ્યું હતું કે થોડા દિવસ પહેલા નિલેશ મહેતા અને સુનિલ મહેતાએ સોનાના વરખની ડોલ અને સોના-ચાંદીની લગડી બહાર કાઢી હતી. ત્યારબાદ એકાઉન્ટન્ટ રાજુની ઓફિસમાં લઈ ગયા હતા અને સ્ટાફના માણસોને જમવા માટે મોકલી આપ્યા હતા. આ બાદ નિલેશએ પુજારી જનક પાસેથી સુખડનું તેલ મગાવ્યું હતું જેનાથી વરખ લાગે છે. સ્ટાફ જમીને પરત આવ્યો ત્યારે નિલેશ પાસે રહેલા બે ખાલી થેલા પણ ન હોવાની જાણકારી સ્ટાફના ધ્યાને આવી હતી.

નિલેશ મહેતા ટ્રસ્ટી હોવા છતા મંદિરની દાનપેટીના પૈસા ઉચાપત કરતો હોવાની જાણકારી ટ્રસ્ટીને મળી હતી. જેથી શંકાના આધારે જે સી.સી.ટી.વી. કોઈ કારણસર બંધ હતા તે ચાલુ કરીને થોડાક દિવસ તપાસ કરી હતી. જેમાં નિલેશ સોનાની ચેઈન અને દાનપેટીમાં આવતા કવર પોતાના ખિસ્સામાં મુકી દેતા હોવાનું જોવા મળ્યું હતું. મંદિરમાંથી 700થી 800 ગ્રામ સાનાની વરખ જેની અંદાજી કિંમત 4,500,000, મંદિરમાં દાનમાં આવેલી સોનાની ચેન, દાનપેટીમાંથી ઉચાપત કરેલી રોકડ રકમ ઉચાપત થતા અન્ય ટ્રસ્ટીઓએ નિલેશ મહેતા અને સુનિલ મહેતા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular