નવજીવન ન્યૂઝ. પાટણઃ પાટણમાં એક આધેડે ટ્રેન નીચે આવી જતા શરીરના બે ભાગ થઈ ગયા હતા. જોકે બે ટુકડા થઈ જવા છત્તાં થોડી વાર સુધી ધડમાં જીવ રહી ગયો હતો. પિતાના શરીરની આવી હાલત જોતા પુત્ર પોકમુકીને રડયો હતો. આ દ્રશ્ય જોઈને આસ પાસના લોકો પણના હૃદય કંપી ગયા હતા. લાચાર પુત્ર પિતાના પગ પકડીને રડતો રહ્યો અને તેની આંખોની સામે થોડા સમય પછી પિતાએ દુનીયાને અલવીદા કરી દીઘી.
માહીતી અનુસાર, પાટણના સુજનીપુર નજીક રેલવે-ફાટક પાસે માલગાડી પસાર થઇ રહી હતી. તે દરમિયાન અગમ્ય કારણોસર ભારથી ગૌસ્વામી નામના 45 વર્ષીય આધેડે ટ્રેન નીચે કપાઈ જઈ પોતાનું જીવન ટુંકાવવાનું નક્કી કર્યું હતું. તેમણે આ પ્રમાણે કરતાં તેઓ ટ્રેન નચે કપાઈ ગયા હતા. ટ્રેન આધેડના શરીર પરથી પસાર થઈ જતા તેના શરીરના બે ટુકડા થઇ ગયા હતા. પિતાએ ટ્રેન નીચે પડતું મૂક્યાની જાણ થતાં દીકરો અને દીકરી ઘટનાસ્થળે પહોંચ્યાં હતા.
આ અકસ્માતમાં ભારથી ગૌસ્વામીના શરીરના બે ટુકડા થઇ ગયા હોવા છતાંય અમુક સમય સુઘી તેમના શરીરમાં જીવ હતો, ટ્રેનને હાથ વડે પકડીને બેઠા થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જોકે પિતાને નજર સામે મોતના મુખમાં જતા જોનાર પુત્રએ તેમના પગ પકડી લઈ પોક મુકી હતી, તો બીજી તરફ દીકરી પણ હૃદય ભરાઈ આવતા સતત રડી રહી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચયો હતો. મૃતક આધેડની ડેડ બોડીને પી.એમ માટે મોકલી આપી હતી.
(આ ઘટનાનો વીડિયો અત્યંત લોહીયાળ હોઈ અહીં દર્શાવી શકાય તેમ નથી.)

![]() |
![]() |
![]() |











