વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ.રાજપીપળા): ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીને લઈએ નર્મદા જિલ્લામાં હાલ રાજકીય વાતાવરણ ગરમાયું છે.હાલ થોડા દિવસો પેહલા જ ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના અઘ્યક્ષ હર્ષદ વસાવાને ગરુડેશ્વર ખાતે યોજેલી એક જાહેર સભામાં કોંગ્રેસના 400 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા, ત્યારે હાલ તિલકવાડા ખાતે ભાજપમાં એક જાહેર કાર્યક્રમમાં તિલકવાડા કોંગ્રેસના ઉપપ્રમુખ, તિલકવાડા APMC ડિરેક્ટર અને વરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ બર્કતુલ્લા રાઠોડ સહિત કોંગ્રેસના 400 કાર્યકરોએ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીલ રાવ, ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ભાજપનો ભગવો ધારણ કર્યો છે.
કોંગ્રસ છોડી ભાજપમાં આવેલા બરકતુલ્લા રાઠોડે જણાવ્યું હતું કે દર વર્ષે નર્મદા પરીક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ મારા જ વિસ્તાર માંથી જાય છે, એમને ઉબડ ખાબડ રસ્તામાંથી જવું પડે છે, શ્રદ્ધાળુઓની તકલીફના નિરાકરણ માટે પાકા રસ્તાની ભાજપે મને બાંહેધરી આપી છે, થોડા દિવસોમાં આ મુદ્દે સી.આર.પાટીલ સાથે પણ મારી મુલાકાત છે.એટલે હું અમારા વિસ્તારના વિકાસ માટે ભાજપમાં જોડાયો છું.જ્યારે નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશ વાળંદે જણાવ્યું હતું કે તિલકવાડાના 400 કાર્યકરો ભાજપમાં જોડાયા એ વાત બિલકુલ ખોટી, કદાચ આસપાસના એમના સમર્થકો જોડાયા હશે.બરકતુલ્લા રાઠોડ ભાજપમાં પોતાના અંગત સ્વાર્થ માટે ગયા છે, કોંગ્રેસને કોઈ ફેર નહિ પડે.આવનારી વિધાનસભામાં અમે જિલ્લાની બંનેવ બેઠકો જીતીશું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











