નવજીવન ન્યૂઝ. ભાવનગર: ભાવનગરની મેડકિલ કોલેજ (Bhavnagar Medical Collage) માં એક સિનિયર વિદ્યાર્થી તબીબે જુનિયર તબીબ વિદ્યાર્થીનું શરીરી શોષણ કરવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ સમ્રગ મામલે પિડિત વિદ્યાર્થીએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન (A Division Police Station) માં ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ લેવાના બદલે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. જે મામલે હોબાળો થતાં અત્યંત વિલંબ બાદ નીલમબાગ પોલીસ સ્ટેશને આરોપી તબીબ સામે ફરિયાદ નોંધીને આરોપી વિદ્યાર્થી તબીબ હરેશ વેગીની અટકાયત કરી હતી. ત્યાર બાદ મેડિકલ કોલેજના ડીન દ્વારા રેસિડેન્ટ ડૉકટર હરેશ વેગીને કોલેજમાંથી બે વર્ષ માટે સ્સપેન્ડ કરવામાં આવ્યા છે અને પોલીસે આરોપીને જેલ હવાલે કર્યો છે.
ભાવગનર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શારીરિક શોષણ થયા હોવાની જાણ ભાવનગર એ-ડિવિઝન પોલીસને કરી હતી. જેમાં તેણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેના જ કોલેજમાં અભ્યાસ કરતા હરીશ વેગીના નામના સિનિયર વિદ્યાર્થી તબીબે રૂમમાં બોલાવી તેનું શારિરીક શોષણ કર્યું હતું. આ મામલે પીડિતે અન્ય વિદ્યાર્થીઓને જાણ કરતા વિદ્યાર્થીઓ પીડિતને ડીન સમક્ષ ફરિયાદ કરવા લઈ ગયા હતા, જે મામલે ડીને તપાસ કમિટીને સોંપી હતી.
આ મામલે પિડીતે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવા જતા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પીડિતની ફરિયાદ નોંધવાના બદલે સમજાવટથી મામલો થાળે પાડ્યો હોવાનો આક્ષેપ કરતા PI વિવાદમાં સંપડાયા હતા. ઘટનાના આઠ દિવસ બાદ નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે IPC 377 અને 506 મુજબ ગુનો નોંધી આરોપી હરીશ વેગીની અટકાયત કરવામાં આવી હતી. આ સમ્રગ મામલો ઉચ્ચ અધિકારીના ધ્યાને આવતા આ કેસની તપાસ ભાવગનર DySP એ. કે. ડામોરને સોંપવામાં આવી હતી. અંતે તપાસમાં વિદ્યાર્થીના આક્ષેપ મુજબ ગુના સાબિત થતા આરોપી હરીશ વેગીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796