નવજીવન ન્યૂઝ. તેલગાંણા: દેશમાં આજકાલ કેટલાંક ધર્મગુરુઓ વિવાદિત અને ઉશ્કેરણીજનક ભાષણો આપી દેશની એકતા અંખડિતતા તોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમના પ્રવચન સાંભળવા આવતા ભક્તોને સારા માર્ગે દોરવાને બદલે તેઓ ભાષણમાં નફરત અને દ્ઘેષ પેદા કરી સમુદાયો વચ્ચે ખાઇ ઉભી કરી રહ્યાં છે. ત્યારે તેલગાણામાં (Telangana) વધુ એક વાર પરિપૂર્ણનંદ સ્વામી વિવાદિત નિવેદનને લઇ ચર્ચામાં આવ્યા છે, જેમાં તેમણે “દેશમાં બે પ્રકારના આધારકાર્ડ (Aadhaar Card) હોવા જોઇએ” આ પ્રકારના નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડયો છે.
તેલગાણાંમાં જગત્યા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પરિપૂર્ણનંદ સ્વામીને આમત્રંણ આપવામાં આવ્યુ હતું. જયાં પરિપૂર્ણનંદ સ્વામીએ પોતાના વકતવ્યમાં હિન્દુત્વના રાગ આલાપી વિવાદિત નિવેદન આપતા કહ્યું કે ” દેશમાં બે પ્રકારના આધારકાર્ડ હોવા જોઇએ, જેમાં એક એવા હિન્દુઓ માટે જેણે હિન્દુ તરીકે જન્મ લીધો હોય અને બીજું એમને જેમણે હિન્દુ ધર્મ જન્મ ન લઇને પણ હિન્દુ ધર્મના સન્માન કરનારાઓ હોય. આ સિવાય ત્રીજું કોઇને પણ આધારકાર્ડ ન મળવું જોઇએ. આ સિવાય દેશના બીજા લોકોએ પાકિસ્તાન, આફઘાનિસ્તાન, બાગ્લાદેશ ભાગી જવું જોઇએ”.
જોકે આ નિવેદન હાલ સોશિયલ મિડિયામાં વાયુવેગની જેમ પ્રસરી રહ્યું છે. કેટલાંક ધર્મગુરુઓ પોતાના કાર્યક્રમમાં જંગી જનસભાને જોઇ અતિઉત્સાહી બની વિવાદિત નિવેદન આપતા હોય છે. જોકે હાલ આ નિવેદનને લઇ તેલગાંણાની રાજનીતિ પણ ગરમાઇ છે. પરિપૂર્ણનંદ સ્વામી સીધી રીતે નહીં પણ આડકતરી રીતે પોતાના નિવેદનમાં અન્ય સમુદાયના લોકો પર નિશાનો સાધી તેમને ભારત છોડી બીજા દેશમાં ભાગી જવા કહ્યુ હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








