આજે વિશ્વ વસ્તી દિવસ છે. ત્યારે આપને અમેરિકાની થિંક ટેંક સંસ્થા Pew દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાંથી નિકળેલા રસપ્રદ અને ચોંકાવનારા આંકડાઓ વિશે આપને જણાવીએ.
આ સર્વે અનુસાર ભારતીય હિન્દુઓને પૂછવામાં આવ્યું હતું કે તેઓ તેમના ધર્મના કયા દેવી-દેવતાને સૌથી પ્રિય માને છે. તો તેમાં જાણવા મળ્યું છે 44 ટકા શિવ, 35 હનુમાન 35 ટકા, 32 ટકા ગણેશજી, 28 ટકા લક્ષ્મી, 21 ટકા કૃષ્ણ, 20 ટકા મહાકાળી અને 17 ટકા રામને પ્રિય માને છે.
આ સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે ભારતમાં મુસ્લિમ વસ્તિમાં 10 વર્ષમાં 20 ટકાનો વધારો થયો છે. સર્વે મુજબ, દેશમાં મુસ્લિમોની વસ્તી 21.3 કરોડ છે. 2010 અને 2020ની વચ્ચે, હિન્દુ વસ્તીમાં 12%નો વધારો થયો, જ્યારે મુસ્લિમ વસ્તીમાં 20%નો વધારો થયો.
સર્વેમાં જાણવા મળ્યું છે કે યુકે અને ફ્રાન્સ જેવા દેશોમાં 40%થી વધુ વસ્તી નાસ્તિક છે. એટલે કે તેઓ કોઇ ધર્મમાં નથી માનતા. દુનિયામાં લગભગ 190 કરોડ લોકો પોતાને નાસ્તિક કહે છે. વિશ્વમાં 230 કરોડ ખ્રિસ્તિ, 200 કરોડ મુસ્લિમ, 190 કરોડ નાસ્તિક, 120 કરોડ હિન્દુ, 30 કરોડ બૌદ્ઘ, 1 કરોડ યહુદીઓ છે. Pew રિસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ, મુસ્લિમ સમુદાયનો પ્રજનન દર 3.1 છે જે વિશ્વના કોઈપણ ધાર્મિક સમુદાય કરતા વધુ છે. મુસ્લિમ મહિલાઓ સરેરાશ 3 થી વધુ બાળકો ધરાવે છે.








