Wednesday, October 8, 2025
HomeGujaratSurendranagarસુરેન્દ્રનગર: જામ વાડી ગામના સ્થાનિકોએ ખનન સામે ઉઠાવ્યો અવાજ, જો ખનન થશે...

સુરેન્દ્રનગર: જામ વાડી ગામના સ્થાનિકોએ ખનન સામે ઉઠાવ્યો અવાજ, જો ખનન થશે તો ગામ છોડી દઇશું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના(Surendranagar) થાનગઢ તાલુકામાં જામ વાડી ગામમાં (Jamvali Village) તાજેતરમાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા સેન્ડ સ્ટોન ખનીજ બ્લોક પાડવામાં આવ્યા છે. ખાણ-ખનીજ વિભાગના આ નિર્ણયથી ગામના સ્થાનિકો નારાજ થયા છે અને વિરોધ કરી રહ્યા છે. આજે ગામના સ્થાનિકો થાનગઢ મામલતદારને (Thangadh Mamlatdar) આવેદન પત્ર પણ આપવા પહોંચ્યા હતા, તે દરમિયાન જો ખાણ-ખનીજ વિભાગ આ નિર્ણય પાછો નહીં ખેંચે તો ગાંધીચીંદ્યા માર્ગે આંદોલન કરવાની ધમકી પણ આપી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાનાં જામ વાડી ગામમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સેન્ડ સ્ટોનમાં માઇનિંગ માટે બ્લોક ફાળવવામાં આવ્યા છે. જેને લઈને સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકોનું માનવું છે કે, ખાણ-ખનીજ વિભાગ દ્વારા જે જમીનની ફાળવણી કરવામાં આવી છે તે જમીન જ હવે અમારા પશુના ચારા માટે બાકી રહી છે. આસપાસના તમામ ગામોમાં ખનન (Mining) થઈ રહ્યું છે જેના કારણે હવે જો અમારા ગામમાં પણ ખનન શરૂ થઈ જશે તો અમારે પશુઓ લઈને હિજરત કરવાનો વારો આવશે.

- Advertisement -

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, “અમારા ગામમાં 300થી વધારે પરિવારો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેમાં અંદાજિત અમારા ગામમાં 5000 જેટલા પશુ છે. આ બધા પશુઓના ચારા માટે અમે જે જમીન પર નભીએ છે, તે જમીનની હવે ખાણ-ખનીજ વિભાગ દ્વારા ખનન કરવા માટે ફાળવણી કરવામાં આવી છે. જો ખાણ-ખનીજ વિભાગ દ્વારા આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો અમે ગાંધીચીંદ્યા માર્ગે આંદોલન કરીશું અને અમારા બધા 5000 પશુઓને મામલતદાર કચેરીમાં બાંધીને અમે ગામ છોડીને જતાં રહીશું. અમારા ગામમાં જો ખનન થશે તો અમારી જોડે ગામ છોડવા સિવાય કોઈ રસ્તો નથી.”

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular