નવજીવન ન્યૂઝ. હળવદ: Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ (Halvad) તાલુકાના કડીયાણા ગામેથી રોજડાના શિકાર (Nilgai Hunting) કરતા શિકારીઓ (poachers) ઝડપાયા છે. રાત્રિના સમયે કડીયાણાની સીમમાંથી (Kadiana Village) બંદૂકના ભડાકાના અવાજ આવતા ગ્રામજનો તપાસ માટે નિકળતા ઘટનાનો પર્દાફાશ થયો હતો. જે મામલે વન વિભાગે ચાર આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ગત મોડી રાત્રિના સમયે કડીયાણા ગામની સીમમાં જેઠાભાઈ પટેલની વાડી પાસે બંદૂકના ભડાકા થતા હતા. આ ભડાકાના અવાજ સાંભળી ગ્રામજનો એકત્રિત થયા હતા અને તપાસ કરવા માટે નિકળ્યા હતા. જેમાં ગ્રામજનોના ધ્યાને આવ્યું કે શિકારીઓ નીલગાયનો શિકાર કરી રહ્યા છે. ગ્રામજનોએ તાત્કાલીક આ બાબતની જાણ વનવિભાગને કરતા વન વિભાગે પણ કાર્યવાહી શરૂ કરી હતી.
ઘટના સ્થળે દોડી આવેલી વનવિભાગની ટીમે તપાસ કરતા તેમને માલૂમ પડ્યું હતું કે શિકારીઓએ બંદૂકથી રોજડાનો શિકાર કર્યો છે. આ શિકારીઓ છેલ્લા કેટલાક સમયથી માળીયા પંથકમાં રોજડાનો શિકાર કરી રહ્યા છે. જેના પગલે વનવિભાગે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. સાથે જ રોજડાનો શિકાર કર્યો હતો તેના ટુકડા પણ ત્યાંથી મળી આવ્યા હતા. ઉપરાંત શિકાર માટે ઉપયોગમાં લેવાયેલી બારબોરની બંદૂક, બોલેરી ગાડી, 2 મોટર સાયકલ, 1 ચાકૂ અને મૃત રોજડાનો મૃતદેહ કબ્જે કર્યો હતો.
વનવિભાગે આ મામલે પ્રવીણભાઈ જેઠાભાઈ પટેલ, જેઠાભાઈ મનજીભાઈ પટેલ, ફારૂક નિઝામ મહમદ અને હુસેન આદમભાઈ વિરૂધ્ધ ગુનો નોંધી ચારેયની અટકાયત કરી છે.
TAG: Surendranagar Hunting News, Halvad Nilgai hunting, Surendranagar Forest
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








