તોફીક ઘાંચી. નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: Surendranagar Encounter Case: નવેમ્બર -2021માં સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાનાં પાટડી તાલુકાનાં ગેડીયા ગામે સાંજના સુમારે ગેંગસ્ટર હનીફખાન (Gangster Hanif Khan) અને તેના પુત્ર મદીન મલેક (ઉ.14 ) પોલીસ એન્કાઉન્ટર (Police Encounter) થયું હતું. જેમાં હનીફખાનની પુત્રી સોહાના ખાને આ કેસમાં તમામ જવાબદાર પોલીસ અધિકારી જ આરોપી હોવાનો આક્ષેપ કરી હાઇકોર્ટમાં (Gujarat High Court) જાહેરહિતની અરજી કરી હતી. જે મામલે હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ. જે. દેસાઈ અને જસ્ટિસ બીરેન વૈષ્ણવની ખંડપીઠે રાજ્ય સરકારને સવાલો કર્યા હતા. જેના જવાબો ન મળતા કોર્ટે બેલેસ્ટિક, પી.એમ. સહિતના ફોરેન્સિક રિપોર્ટની માગણી કરી હતી. કોર્ટ આ મામલે આગામી 19 એપ્રિલે સુનાવણી હાથ ધરશે.
સુરેન્દ્રનગરના એન્કાઉન્ટર કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે, આ મામલે અત્યાર સુધી શું પ્રગતિ થઇ છે?, શું કોઈની સામે FIR નોંધવામાં આવી છે? અત્યાર સુધી કોઈ પોલીસ કર્મચારી વિરુદ્ધ પગલા લેવાયા છે? જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે મેજિસ્ટ્રેરિયલ તપાસ ચાલી હતી અને તેનો રિપોર્ટ હ્યુમન રાઈટ્સને સોંપવામાં આવ્યો છે. પણ આ રિપોર્ટ સીલબંધ કવરમાં સોંપવામાં આવ્યો હોય અને વિગતો ખબર નથી. પરંતુ કેસમાં જેનું એન્કાઉન્ટ થયાની વાત છે તેને હિસ્ટ્રીશીટર હતો. સરકાર તરફે દલીલના કારણે ખંડપીઠે નારાજગી બતાવતા બેલેસ્ટિક રિપોર્ટ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક રિપોર્ટની માગણી કરી હતી. કોર્ટે આ તમામ કાગળ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ કર્યો છે.
કેસની વિગત એમ છે કે સગીરા એ વકીલ વિકી મહેતા મારફતે હાઇકોર્ટમાં પોતાના પિતા અને સગીર ભાઈનું ફેક એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું તેવા આક્ષેપ સાથે અરજી કરી છે. જેમાં સિનિયર વકીલ યતીન ઓઝા એ જાહેર હિતની અરજીમાં એવી રજુઆત કરી હતી કે, 9 ડિસેમ્બર 2021ના રોજ પિતા અને 14 વર્ષના ભાઈની સુરેન્દ્રનગર ખાતે પોલીસે હત્યા કરી હતી. પાટડીનાં ગેડીયા ગામે પોલીસ એન્કાઉન્ટરમાં અરજદાર સગીરાનાં પિતા હનીફખાન અને ભાઇ મદીનની હત્યા કરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જયારે પોલીસનો દાવો છે કે, હનીફખાન પર ગુજસીટોક સહીત 86 ગુના નોંધાયેલા હતો અને હિસ્ટ્રીશીટર હતો.
જાહેરહિતની અરજીમાં અરજદારે એવા આક્ષેપ કર્યા હતા કે, પોલીસ સબ ઈન્સ્પેક્ટર વી. એન. જાડેજા અને અન્યો એક ખાનગી વાહનમાં તેમના ઘરે આવ્યા હતા અને તેના પિતાને ખેંચી વાહનમાં લઇ ગયા હતા. પોલીસની આ ખોટી કાર્યવાહીનો વિરોધ કરવા તેનો ભાઈ પણ પાછળ ગયો હતો ત્યારે જાડેજાએ તેના સગીર ઉંમરના ભાઈને છાતીમાં ગોળી ઘરબી દીધી હતી. પુત્રને ગોળી વાગતા પિતા પણ તેની તરફ દોડતા ગયા ત્યારે પોલીસે તેમને પણ ગોળી મારી દીધી. આમ પોલીસે એન્કાઉન્ટરના નામે તેના પિતા અને ભાઈની હત્યા કરી નાખી હતી. તેમના પર ચાહે કેટલાક ક્રિમિનલ કેસો પેન્ડિંગ હતા, પણ તેનો અર્થ એવો ક્યારેય નથી થતો કે પોલીસને તેમને ફેક એન્કાઉન્ટર કરી હત્યા કરવાનો પરવાનો મળી જાય છે.
TAG: Surendra Nagar Encounter Case, Gangster Hanif Khan Police Encounter, Madin Encounter in Surendranagar
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








