Saturday, October 25, 2025
HomeGeneralસુરેન્દ્રનગરના હનીફખાન એન્કાઉન્ટર કેસમાં ગુજરાત સરકારે પોલીસનો હાથ અને સાથ છોડી દીધોઃ...

સુરેન્દ્રનગરના હનીફખાન એન્કાઉન્ટર કેસમાં ગુજરાત સરકારે પોલીસનો હાથ અને સાથ છોડી દીધોઃ હવે પોલીસે જાતે HCમાં પોતાનો કેસ લડવો પડશે

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન.અમદાવાદ): ગુજરાત પોલીસનો એન્કાઉન્ટર કેસનો (Gujarat Police Encounter Case) ઈતિહાસ કાયમ વિવાદમાં રહ્યો છે, 2002થી 2006 વચ્ચે થયેલા એન્કાઉન્ટર કેસમાં ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે CID Crime Branch સુપ્રીમ કોર્ટ સામે રિપોર્ટ આપી એન્કાઉન્ટર બનાવટી હોવાનું સોંગદનામુ કર્યું હતું. આમ છતાં આ કેસમાં સામેલ પોલીસ અધિકારીઓ સાથે આખી સરકાર પડખે ઉભી રહી હતી, પરંતુ ગત વર્ષે સુરેન્દ્રનગરમાં Surendranagar થયેલા હનીફખાન એન્કાઉન્ટર કેસ HanifKhan Encounter Case ગુજરાત હાઈકોર્ટ સામે જાહેરહિતની અરજીના સ્વરૂપમાં આવતા ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી આ કેસમાં સામેલ પોલીસ અધિકારી વતી ગુજરાત સરકાર કેસ લડશે નહીં, આમ અચાનક ગુજરાત સરકારે આ કેસમાં સામેલ પોલીસ અધિકારીનો હાથ અને સાથ છોડી દેતા હવે ગુજરાત પોલીસ Gujarat Police ના અધિકારીઓ પોતાનો બચાવ પોતે જ કરવો પડશે.



- Advertisement -

સુરેન્દ્રનગરના કુખ્યાત હનીફખાન સામે એકસો કરતા વધુ ગુનાઓ નોંધાયેલા હતા, પરંતુ પોલીસ ઉપર હુમલો કરી ફરાર થવાની અનેક ઘટનાઓ પછી સુરેન્દ્રનગરના પોલીસ સબ ઈન્સપેકટર વી એન જાડેજા હનીફખાનને શોધમાં સફળ રહ્યા હતા, પરંતુ પોલીસનો દાવો છે કે જ્યારે પોલીસ પાર્ટી હનીફખાનને પકડવામાં સફળ રહી ત્યારે તેના પરિવાર સહિત તેની ગેંગના માણસોએ પોલીસ ઉપર ધારીયા વડે હુમલો કરી હનીફખાને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં પોલીસ જવાનો પણ ઘવાયા હતા. આ વખતે પીએસઆઈ જાડેજાએ સ્વરક્ષણમાં કરેલા ગોળીબારમાં હનીફખાન સહિત તેનો સગીર 13 વર્ષનો પુત્ર માર્યો ગયો હતો.

જ્યારે સામા પક્ષે હનીફખાનના પરિવારનો આરોપ છે કે કોઈ પણ કારણ વગર ઉશ્કેરાઈ પીએસઆઈ જાડેજાએ ગોળી ચલાવી હતી. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતમાં થયેલી અરજીમાં માંગણી કરવામાં આવી છે કે આ મામલો સીબીઆઈ અથવા રાજ્ય બહારની પોલીસને સોંપવામાં આવે, પરંતુ આશ્ચર્ય તે બાબતનું છે કે ગુજરાત સરકારે આખા મામલે યુ ટર્ન લીધો છે. જો હનીફખાનના એન્કાઉન્ટર કેસ બનાવટી છે તો ગુજરાત સરકારે પીએસઆઈ જાડેજા સહિત આ કેસમાં સામેલ પોલીસ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી, તેનો સરળ અર્થ એવો થાય કે સરકાર પણ માનવા તૈયાર નથી કે એન્કાઉન્ટર બનાવટી છે, જો પોલીસ એન્કાઉન્ટર કેસની ઘટના સાચી છે તો ગુજરાત સરકારે હાઈકોર્ટમાં પોલીસની પડખે હાજર રહેવાની જરૂર છે, કારણ પીએસઆઈ જાડેજા અને હનીફખાન વચ્ચે કોઈ વ્યકિતગત કારણ ન્હોતુ જેમાં તેનું બનાવટી એન્કાઉન્ટર થાય.



- Advertisement -

પરંતુ ગુજરાત સરકારના આ બેવડા ધોરણને કારણે પોલીસ બેડામાં ઘેરા પ્રત્યાધાત પડયા છે, કારણ સમગ્ર ઘટનામાં ગુજરાત સરકાર સીફતપુર્વક ખસી ગઈ હોય તેવું પોલીસ અધિકારીઓ માની રહ્યા છે. જો કે આ મામલે સોંગદનામુ કરવા ગુજરાત સરકારે હાઈકોર્ટ સામે સમય માંગ્યો છે. જોવુ રહ્યું કે સોંગદનામાં સરકાર પોતાનો કયો પક્ષ રજુ કરે છે, હવે આ કેસની વધુ સુનવણી તા 24મી જાન્યુઆરીના રોજ થવાની છે.



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular