Saturday, October 25, 2025
HomeGeneralસુરતઃ આપધાતમાં બચી ગયેલા યુવકે ડોક્ટરને કહ્યુ, મને મારી નાખજો, મને એવું...

સુરતઃ આપધાતમાં બચી ગયેલા યુવકે ડોક્ટરને કહ્યુ, મને મારી નાખજો, મને એવું ઇન્જેક્શન આપો કે હું મરી જાઉં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતમાં એક યુવકે ટ્રેન નીચે આવીને જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે ટ્રેન સાથેના અથડાતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. જો કે આ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા તેની વ્યથા સાભંળીને ડોક્ટર ખુદ ચોંકી ગયા હતા. યુવક વારંવાર કહેતો હતો કે મારે નથી જીવવું, મને એવું ઇન્જેક્શન આપો કે હું મરી જાઉં.

માહિતી અનુસાર, સુરતના લીંબાયત વિસ્તારના વિનોદે જીવનથી કંટાડીને ટ્રેન સામે અથડાઈને આપધાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સદનસીબે જીવ બચી જતા યુવકને સારવાર અર્થે સિવીલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. યુવકની સારવાર કરી રહેલા ડોક્ટરને યુવકની વાત સાંભળીને ચોંકી ગયા હતા. યુવકે ડોક્ટરને કહ્યુ કે સાહેબ મને મારી નાખજો, મને એવું ઇન્જેક્શન આપો કે હું મરી જાઉં, ધરે જાંઉ તો પત્ની પગાર માગે છે અને શેઠ પગાર આપતો નથી. મારે હવે નથી જીવવુ, ધરનું ભાડું પણ ચૂકવવાનું બાકી છે.

- Advertisement -



સમગ્ર બાબતે પરીવારે કહ્યુ હતુ કે વિનોદ ગઈકાલે ધર મુકીને ચાલ્યો ગયો હતો. અમે કલાકો સુઘી તેની શોઘખોળ કરી તેમ છતાં મળ્યો ન હતો. વહેલી સવારે સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો અને વિનોદની જાણકારી આપી હતી. ડોક્ટરના જણાવ્યા અનુસાર યુવકને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો ત્યારે તેની હાલત ગંભીર હતી. યુવકની જમણા હાથની આંગળીઓ કપાઈ ગઈ હતી. ઉપરાંત ડાબા પગમાં પણ ઈજા થઈ હતી જેના કારણે ઓપરેશન કરવાની જરુર પડી હતી.

- Advertisement -




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular