નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં વાહનોમાં મનપસંદ નંબરના શોખીનો અવાર-નવાર ચર્ચામાં રહેતા હોય છે. ક્યારેક તો નંબર માટે થઈને વાહનની કિંમત કરતાં પણ વધારે પૈસા ચૂકવતા હોવાના કિસ્સા પ્રકાશિતમાં આવ્યા છે. આજે સુરતમાં પંસદગીના નંબરોનું ઈ-ઓકશન કરવામાં આવ્યું. જેમાં એક ખેડૂતે સૌથી વધારે બોલી લગાવીને 1 નંબર પોતાના નામે કર્યો હતો.
સુરત આરટીઓ દ્વારા ફોર વ્હીલર વાહનોના નંબર માટે નવી સીરિઝ બહાર પાડવામાં આવી હતી જેનું આજે ઇ ઓક્શન રાખવામાં આવ્યું હતું. GJ 05 RSની સીરિઝમાં સૌથી વધુ 0001 નંબર માટે બોલાઈ હતી. સુરતના એક ખેડૂતે આ નંબર માટે 5,89,000ની બોલી લગાવીને નંબર પોતાના નામે કર્યો હતો. આરટીઓ સાથે સંલાયેલા લોકોના કહેવા અનુસાર અત્યાર સુધી પાંચ લાખથી વધુની બોલી કોઈ ફોર વ્હીલરના નંબર માટે બોલાઈ હોય તેવું હજી સુધી ધ્યાનમાં આવ્યું નથી. આ અત્યારે સુધીની સૌથી મહત્તમ બોલી છે.
સ્કોરપિયો કાર સામન્ય રીતે 13થી 18 લાખમાં મળી રહી છે. જ્યારે કાર માલિકે નંબર માટે થઈને 5,89 લાખ ખર્ચી નાખ્યા છે. સુરત આરટીઓને પસંદગીના અન્ય નંબરો મળી 9,38,000ની આવક થઇ છે. 1 નંબર માટે 589000 લાખ, જ્યારે 9999 , 7777, 5555, 1234, 1111, 333, 9, 7 નંબર માટે 40000 હજાર અને 5656 માટે 29000ની આવક થઈ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.