Sunday, October 26, 2025
HomeGujaratSuratસુરતના પોલીસ કર્મચારીને તોડ કરવો પડ્યો ભારે, સુરત પોલીસ કમિશનરે પોલીસકર્મીને કર્યા...

સુરતના પોલીસ કર્મચારીને તોડ કરવો પડ્યો ભારે, સુરત પોલીસ કમિશનરે પોલીસકર્મીને કર્યા સસ્પેન્ડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતની પોલીસને (Surat Police) લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસ અગાઉ સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં (Puna Police Station Surat) ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ (Policeman) પુણા વિસ્તારમાં આવેલા મેડિકલ સ્ટોરમાં જઈને દવા લીધી હતી. ત્યાર બાદ મેડિકલ સ્ટોરના માલિકીને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 50 હજાર રૂપિયાનો તોડ (Tod) કર્યો હતો. જે મામલે પોલીસ કર્મચારી વિરુદ્ધ મેડિકલ સ્ટોરના માલિકે સીધા સુરત પોલીસ કમિશનરને (Surat Police Commissioner) અરજી કરી રજૂઆત કરી હતી. આ બાબતને ગંભીરતાથી લઈ સુરત પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા અને કોન્સ્ટેબલ સહિત તેના સાથીદાર સામે ખંડણીનો ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી છે. ઉપરાંત સુરત પોલીસ કમિશનરે તોડબોજ પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પુણા વિસ્તારમાં આવેલા વેલનેસ મેડિકલમાં પુણા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પકંજ માનસી કોઈ કામ અર્થે મેડિકલ સ્ટોર પર ગયો હતો અને મેડિકલ સ્ટોરના માલિકને પોલીસ કર્મચારીએ ખાખીનો દંભ મારી પૈસાની માગણી કરી હતી. જોકે મેડિકલ સ્ટોર સંચાલકે પૈસા આપવાની ના પાડતા ડ્ર્ગ્સના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને 1.50 લાખ રૂપિયા માગ્યા હતા.

- Advertisement -

સ્ટોરના સંચાલકે ખોટા કેસમાં ફસાઈ જવાની બીકે પોલીસ કર્મીને 50 હજાર રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ મેડિકલ સ્ટોરના સંચાલકે સમ્રગ મામલે સીધા સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. જે મામલે કમિશનરના આદેશ બાદ પુણા પોલીસ સ્ટેશન ખાતે પોલીસકર્મી વિરુદ્ઘ ખંડણીની ફરિયાદ નોંધાઈ છે અને તેને તાત્કાલિક અસરથી સુરત પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપ્યા છે. તેમજ મેડિકલ સ્ટોરના માલિકને પોલીસ સ્ટેશન બોલાવી 50 હજાર રૂપિયા પરત કર્યા છે.

Tag: Surat Latest News Today

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular