નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં બુટલેગરે જાહેરમાં એક યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બુટલેગરે દારૂનો ધંધો કરવા માટે જગ્યાની માગણી કરતો હતો પરંતુ જગ્યાના માલિકે આપવાની ના પાડી દેતા તેના દીકરાની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી હતી. 3 વર્ષ અગાઉની અદાવત રાખીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બાબતે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે
પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, છેલ્લા 30 વર્ષથી સુરતમાં પરિવાર સાથે રહેતા શિવકુમાર જયનાથ પાલ પશુપાલન કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. 3 વર્ષ અગાઉ 2019માં ગણેશ અનિલ દુબે તેમના મોટા દીકરા ક્રિષ્ના પાસે પ્લોટ નંબર 215-216 ભાડેથી માંગ્યો હતો જે આપવાની ના પાડતા માથાકૂટ થઈ હતી. તે દરમિયાન મારામારી વખતે ગણેશ દુબેને ગળાના ભાગે ચપ્પુ વાગી જતા શિવકુમારના ભાઈ સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ બનાવ બાદ ગણેશ દુબે અને શિવકુમાર વચ્ચે અદાવત ચાલી રહી હતી.
આ બનાવ બાદ ગણેશ દુબે મોટા દીકરા ક્રિષ્નાને ગોતતો ફરતો હોવાથી તે થોડા સમય માટે વતન જતો રહ્યો હતો અને ત્યારબાદ કામ માટે મુંબઈ જતો રહ્યો હતો. 12 દિવસ પહેલા ક્રિષ્ના સુરત આવ્યો હતો. ગત 14મીએ રાતે 9 વાગ્યાની આસપાસ શિવકુમાર તબેલામાં ગાયોને ચારો નાખવા ગયો હતો ત્યારે ગણેશ દુબેને ચપ્પુ લઈને આવતા જોઈ ક્રિષ્નાએ ભગવાનો પ્રયત્ન કર્યો હતો. તેની પાછળ શિવકુમાર તેમની પત્ની અને દીકરીઓ પણ દોડ્યા હતા. બાજુની ગલીમાં પહોંચીને જોયું ત્યારે ગણેશ ક્રિષ્નાને ચપ્પાના ઘા મારતા ક્રિષ્ના ઢળી પડ્યો હતો. ગણેશ દૂબે હુમલો કર્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પરિવારે ક્રિષ્નાને તાત્કાલિક 108ને ફોન કરીને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબએ તેને મૃત જાહેર કર્યો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.