Sunday, October 26, 2025
HomeNationalED-CBIના દૂરઉપયોગના આક્ષેપ સાથેની 14 રાજકીય પક્ષોની અરજી પર સુનવાણી કરવા સુપ્રીમ...

ED-CBIના દૂરઉપયોગના આક્ષેપ સાથેની 14 રાજકીય પક્ષોની અરજી પર સુનવાણી કરવા સુપ્રીમ કોર્ટનો ઈન્કાર, જાણો શું કહ્યું કોર્ટે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દેશના 14 રાજકીય પક્ષોએ કેન્દ્ર સરકાર ઈ.ડી., (ED) સી.બી.આઈ. (CBI) નો દૂર ઉપયોગ (Misuse)કરતી હોય ગાઈડલાઈનની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટ (Supreme Court) સમક્ષ કરી હતી. જે મામલાને સાંભળવાની અને દરમિયાનગીરી કરવાની સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ના ભણી દીધી છે. આમ કોંગ્રેસ (Congress) સહિતના 14 વિરોધ પક્ષને સુપ્રીમ કોર્ટ તરફથી મોટ ઝટકો લાગ્યો છે. રાજકીય પક્ષોની માગણી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા વિરોધીઓ પર ઈ.ડી. અને સી.બી.આઈ.નો દૂર ઉપયોગ કરવામાં આવે છે. માટે રાજકીય નેતાઓ માટે સુપ્રીમ કોર્ટ ગાઈડલાઈન બનાવે જેથી કેન્દ્રીય એજન્સીનો દૂર ઉપયોગ અટકાવી શકાય.

આજરોજ બુધવારે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટીસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટીસ જે. બી. પારડીવાલાની બેચે આ મામલે સુનાવણી હાથ ધરતા કહ્યું હતું કે, દેશમાં કોઈ પણ રાજનેતા માટે અલગ નિયમો ન હોય શકે. માટે આ અરજી પર સુનાવણી કરવી શક્ય નથી. સાથે જ બેચે કહ્યું હતું કે રાજકીય નેતાઓ સામાન્ય નાગરિકો કરતા વધારે લાભ મેળવી શકે નહીં. કોર્ટે રાજકીય પક્ષો તરફે થયેલી દલીલમાં રજૂ કરાયેલા આંકડા બાબતે પણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે ‘તમે આંકડાને કાનૂની ગાઈડગાઈનમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. પણ આ આંકડાઓ માત્ર રાજનેતાઓ સાથે સબંધીત છે.’

- Advertisement -

આ અરજી પણ સુનાવણી કરવાનો ઈન્કાર કરતા કોર્ટે જણાવ્યું હતું કે, તેઓ માત્ર વ્યક્તિગત મામલામાં હસ્તક્ષેપ કરી શકે છે. આ તકે અજદાર પક્ષે રોકાયેલ સનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ એ વાતને પ્રસ્થાપિત કરવાની કોશીશ કરી હતી કે, કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ રાજકીય અસંતોષને ડામવા માટે અને પ્રતિનિધી લોકતંત્રની મૌલિક સ્થાપનાઓને સમાપ્ત કરવાની દૃષ્ટીએ સિલેક્ટીવ અને ટારગેટ કરી કરવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્ટ અરજી પર સુનાવણીનો ઈન્કાર કરતા અભિષેક મનુ સિંઘવીએ અરજી પરત ખેંચવાની મંજૂરી માગી હતી. કોર્ટે અરજી પરત ખેંચવાની વાતને ગ્રાહ્ય રાખતા આ અરજી પરત ખેંચવામાં આવી છે.

લાઈવ લૉ.ઈનના અહેવાલ અનુસાર આ મામલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે, શું તમે આ આંકડાઓના કારણે તપાસથી છૂટ મળવી જોઈએ તેમ કહો છો? નાગરિકોના રૂપમાં આપણને સૌ એક જ કાયદાને આધીન છીએ. તેમણે ઉમેર્યું હતું કે, આ અરજી સાથે સમસ્યા એ છે કે તમે દિશાનિર્દેશોમાં આંકડાને એક્સટ્રપલેશન કરવાની કોશીશ કરી રહ્યા છો. જ્યારે આંકડા માત્ર રાજનેતાઓ પર લાગુ પડે તે મુજબના છે. સાથે જ તેમણે કહ્યું કે, રાજકીય નેતાઓ દેશના નાગરિકોના સમાન જ છે. તેઓ ઊંચી ઓળખના દાવા કરી શકે નહીં. તેમના માટે અલગ પ્રક્રિયા કેવી રીતે થઈ શકે? જસ્ટીસ ચંદ્રચૂડે એવું પણ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ અમૂર્ત દિશાનિર્દેશ આપી શકે નહીં.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular