અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત અને પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારને જોડતા સુભાષ બ્રિજને અંતે તોડી પાડવા માટે કન્સલ્ટન્ટ એજન્સીઓ દ્વારા સૂચન અને સલાહ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ આ બ્રિજ વચ્ચેથી બેસી ગયો હતો અને તિરાડ પડી હતી. જ્યાર બાદ તંત્ર દ્વારા આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું અને અંતે તેને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હવે નવો બ્રિજ ફોરલાઇન અને વધુ પહોળો બનશે તેમ જાણવા મળી રહ્યું છે. નોંધનીય છે કે જૂનો સુભાષબ્રિજ 50 વર્ષ જેટલો જૂનો હતો અને ટ્રાફિકના વધતા ભારણને કારણે હવે તેને તોડી નવો બ્રિજ બનાવવો વધુ હિતાવહ માનવામાં આવ્યું છે.








