જગતભરના અર્થતંત્રોને જીવંત રાખતી હોર્મઝ્ની ખડીમાંથી રોજીંદા ૧૦૭ માલ વાહક કાર્ગો પસાર થતા હતા
ઈરાન કે અન્ય કોઈએ એક પણ મિસાઈલ હુમલો કર્યો નથી કંપનીઓએ જહાજોને ઇન્સ્યોરન્સ કવર આપવાનું બંધ કર્યું
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): દરિયાઈ માર્ગ પર વ્યાપક અવરોધ સર્જાતા, તમામ માર્ગો પર માલવાહક જહાજોની માંગ ઘટી ગઈ છે. શુક્રવારે સતત ત્રીજા ટ્રેડીંગ સત્રમાં બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ ૬ ટકા અથવા ૧૨૮ પોઈન્ટ ઘટીને, ૧૧ ફેબ્રુઆરી પછીના નવા તળિયે ૨૦૧૦ પોઇન્ટ સુધી બેસી ગયો હતો. મધ્યપુર્વના દેશોમાં યુધ્ધે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા નુરબજારમાં જહાજ ભાડે લેવાના સોદા અટકી પડ્યા હતા. આયર્ન ઓરના જહાજોની પૂછપરછ અટકી પડી હતી. જગતના મહત્વના તમામ માલવાહક જહાજી પોર્ટ પર જહાજોનો ભરાવો થઇ પડ્યો હતો. બાલ્ટિક કેપ્સાઈઝ ઇન્ડેક્સ ૧૦.૮ ટકા ઘટીને ૨૬૩૧ પોઈન્ટ, પનામેક્સ ઇન્ડેક્સ ૧.૮ ટકા ઘટી ૧૯૬૨ પોઈન્ટ તેમજ સુપ્રામેક્સ ૦.૪ ટકા ઘટીને ૧૩૮૬ પોઈન્ટ મુકાયો હતો.
વિદેશ વેપારમાં પ્રવૃત તમામ વેપારી એવું માને છે કે ઈરાને હોર્મઝ્ની ખડી બંધ કરી દીધી છે. આ સાવ ખોટું છે, આ બધું લંડનના દોરી સંચારથી થયું છે, તેમાં સરકારની સંડોવણી નથી, પણ ઇન્સ્યુરન્સ કંપનીના આ કારસ્તાન છે. દુનિયાભરના ક્રુડ ઓઈલ વહન કરતા માર્ગો લગભગ બંધ થઇ ગયા છે. જગતભરના અર્થતંત્રોને જીવંત રાખતી હોર્મઝ્ની ખડીમાંથી રોજીંદા ૧૦૭ માલ વાહક કાર્ગો પસાર થાય છે, ગત સપ્તાહે આ માર્ગેથી માત્ર ૧૯ જહાજો જ પસાર થઇ શક્યા હતા. ઈરાન કે અન્ય કોઈએ દેશે એક પણ મિસાઈલ હુમલો કર્યો નથી, ઇન્સ્યોરન્સ કંપનીઓએ જહાજોને ઇન્સ્યોરન્સ કવર આપવાનું બંધ કર્યું. આ માત્ર એક જ નિર્ણયે જહાજી નુરબજારમાં ઉંબાડીયા કર્યા હતા. પરિણામે ૮૧ ટકા માલવાહક જહાજો જયાના ત્યાં અટકી પડ્યા. લંડનથી સંચાલિત વિશ્વભરના ૯૦ ટકા જહાજોનું ઇન્સ્યુઅરન્સ જે ૧૨ મેરીટાઈમ ઇન્સ્યુઅરન્સ કંપનીની ક્લબ થાય છે. જયારે પણ યુદ્ધનું જોખમ ઉભું થાય ત્યારે આ બધી કંપનીઓ જહાજી ઇન્સ્યુરન્સ ધંધો જ બંધ કરીને બેસી જાય છે. અને આવું જયારે થાય ત્યારે કોઈ વીમો ઉતરતો નથી, જ્હાજી વહન અટકી પડે છે, અને વેપાર ખોરવાઈ જાય છે. ૧૫ અબજ ડોલરના મૂલ્યના જહાજો ઇન્સ્યુરન્સ વગર ખોરવાઈ જાય છે.
અહી એ પ્રશ્ન થાય કે આ બધું કરે છે કોણ? આમાં ત્રણ ખેલાડીઓ જવાબદાર છે. ૧) ઈરાન, મહત્તમ તમામ ઓઈલ ટેન્કરો હોર્મઝ્ની ખાડીમાંથી જ રવાના થાય છે. જો શીપીંગ ધંધો પડી ભાંગે તો ઈરાન કઈ પણ નિકાસ કરી શકે નહિ. યુધ્ધને કારણે તેની તમામ આવક અટકી પડે. દુખ:દ વાત તો એ છે કે ક્રુડ ઓઈલનું હથિયાર સૌથી પહેલું ઈરાનને જ હણી કાઢે છે. ૨) ચીન, જો હોર્મઝ ખાડી બંધ થઇ જાય તો જગતમાં સૌથી પહેલા ચીનનો જ મરો થઇ જાય છે. આ ખાડીમાંથી ચીનના ૪૦ ટકા ક્રુડ ઓઈલની આયાત થાય છે. ઈરાનનું ૯૦ ટકા ઓઈલ ચીનમાં નિકાસ થાય છે. ચીન તરફ નિકાસ થતા કતારના એલએનજીને પણ આ રૂટ પરથીજ પસાર થવાનું હોય છે.
જો હોર્મઝની ખાદીનો રૂટ બંધ થઇ જાય તો ચીનની ઉર્જા સલામતી સંકોચાવા લાગે. આથીજ ચીને યુદ્ધ શાંતિ માટેના પ્રયાસો આદરવાની અરજ કરી છે. ૩) સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, કુવેત, ઈરાક સહિતના તમામ ગલ્ફ દેશોનો દૈનિક ૨૦૦ લાખ બેરલ ક્રુડ ઓઈલ નિકાસ આ ખાડી પર નિર્ભર છે. તેમના માટે કોઈ વૈકલ્પિક માર્ગ નથી, અને અહીજ બ્રિટીશ ફાયનાન્સીયલ સિસ્ટમનો ધીમેકથી પ્રવેશ થઇ જાય છે. અસંખ્ય દેશના જહાજી ઉદ્યોગ પર લંડનના લોઇડ્સ માર્કેટ મેરીટાઈમ ઇન્સ્યોરન્સની ઈજારાશાહી આજે પણ છે.
આનો અર્થ એ થાય કે જ્યારે જયારે જોખમ નિર્માણ થાય ત્યારે જાગતિક જહાજી ઉદ્યોગને તાળા મારવા કે નહિ તે લંડન નક્કી કરે છે. જો આવા અવરોધ નાં સર્જાયા હોત તો શું રશિયાને કાઈ મદદ મળી હોત? ટૂંકાગાળા માટે આ પ્રશ્નોનો જવાબ હા માં છે. જો ગલ્ફની નિકાસ ધીમી પડે તો તેલના ભાવ આસમાને જાય, રશિયન ક્રૂડનું મુલ્ય વધી જાય, એશિયાને રશિયાથી ક્રુડ ઓઈલ ખરીદવાની ફરજ પડે. ઊંચા ભાવનો મતલબ રશિયાને વધુ નાણા મળવાનો થાય. તો પછી ભારતનું શું? ભારત તેની કુલ આવશ્યકતાનાં ૮૫ ટકા ઓઈલમાંથી મહત્તમ આયાત, મધ્યપુર્વના દેશોમાંથી કરે છે. જો હોર્મ્ઝ ખાડીમાં અંતરાયો લાંબો સમય ચાલે તો, જહાજી નુર ખર્ચ વધી જાય, ઓઇલના ભાવ ઉંચે જાય, ફુગાવાનું દબાણ વધે. અત્યારે તો ભારત માટે આયાતનું વૈવીધ્યકરણ જ લાભમાં છે, તે ગલ્ફ અને રશિયાથી પોતાની સપ્લાય મેળવે તે જ વાજબી છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








