વિજય સોલંકી (નવજીવન ન્યૂઝ. શહેરા): થોડા દિવસ અગાઉ નાસિકમાં (Nashik) પોલીસ દ્વારા મોટી સંખ્યામાં કતલખાને લઈ જવામાં આવતા ઊંટને પકડી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ ઊંટને પાંજરાપોળ ખાતે રાખીને વેટરનીટી ડોક્ટર દ્વારા આ ઊંટની સારવાર કરવામાં આવી રહી હતી. પરંતુ આ ઊંટને નાસિકનું વાતાવરણ માફક આવ્યું ન હતું. જેથી રાજસ્થાનના શિરોહી (Sirohi) સ્થિત એક સંસ્થાએ આ 109 ઊંટોની સરસંભાળ કરવાની જવાબદારી ઉઠાવી હતી. નાસિકથી રાજસ્થાનના શિરોહી (Nashik to Sorohi) જવાના રસ્તામાં આ ઊંટ પશુપાલકો સાથે પંચમહાલ જિલ્લાના શહેરા પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક પોલીસે આ ઊંટોને (Camel convoy) શહેર ક્રોસ કરવા માટે પોલીસ સુરક્ષા આપી હતી.

છેલ્લા ઘણા સમયથી ગૌવંશોની તસ્કરની સાથે-સાથે રેતીનું વહાણ ગણાતા ઊંટની પણ તસ્કરી થઈ રહી છે. થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રમાં નાસિક શહેરમાં મોટી સંખ્યામાં ઊંટો જોવા મળ્યા હતા, આ ઊંટોને કતલખાનામાં લઈ જવામાં આવતા હોવાની ચર્ચાઓ જાગી હતી. ત્યાર બાદ નાસિકના જીલ્લા તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા પણ આ મુંગા પશુઓ માટે સહાનુભુતિ ભર્યુ પગંલુ લેવામા આવ્યુ હતું. આ ઊંટોની સેવામાં પાજંરાપોળ ચલાવતી સંસ્થાઓ પણ વ્હારે આવી હતી અને ઊંટોની ત્યાં સારવાર કરવામાં આવી હતી. હવામાન માફક ન આવતુ હોવાથી ઊંટોને રાજસ્થાન મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમા રાજસ્થાનના શિરોહી ખાતે વર્ષોથી ઊંટો માટે કાર્ય કરતી મહાવીર કેમલ સેન્ચુરીએ ઊંટને સાચવાની જવાબદારી લીધી છે. આ માટે ઊંટોને પાળનારા અને સંભાળ રાખનારા પાલકોની મદદથી તેમને રાજસ્થાન ખાતે લાવામા આવી રહ્યા છે.

નાસિકથી રાજસ્થાનના શિરોહી જવા નીકળેલો આ વિશાળ ઊંટોનો કાફલો શહેરા ખાતે આવી પહોચ્યો હતો અને અહી ઊંટોએ આસપાસ વૃક્ષોની ડાળીઓ અને ઘાસચારાનો ખોરાકરૂપે આનંદ માણ્યો હતો. આ ઊંટો સલામત રીતે પહોંચી જાય અને રસ્તામા કોઈ વાહન અકસ્માત ન નડે તે માટે પોલીસ દ્વારા પણ ઊંટોને સુરક્ષા પુરી પાડવામા આવી હતી. શહેરામાંથી પસાર થતી વખતે શહેરા પોલીસ (Shahera Police) દ્વારા પોતાના પોલીસ સ્ટેશન વિસ્તાર સુધી સુરક્ષા પુરી પાડવામા આવી હતી. આગળ જતા અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ કર્મીઓ દ્વારા પણ તેમની સુરક્ષા સંભાળવામાં આવી હતી. નાસિકથી શિરોહી સુધીની યાત્રા 742 કિલોમીટર સુઘીની છે. આટલી મોટી સંખ્યામાં ઊંટોનો કાફલો જોઈને લોકોએ મોબાઈલમાં ઊંટોની તસવીર કેદ કરી હતી.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








