Sunday, October 26, 2025
HomeGeneralમોડાસા પોલીસને મળ્યો ડુંગરમાંથી દારુ: સાબરકાંઠા LCB બુટલેગરોની સપ્લાય ચેઇન તોડવામાં સફળ

મોડાસા પોલીસને મળ્યો ડુંગરમાંથી દારુ: સાબરકાંઠા LCB બુટલેગરોની સપ્લાય ચેઇન તોડવામાં સફળ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સાબરકાંઠા : સાબરકાંઠા એલસીબી પોલીસે હિંમતનગર સહીત જીલ્લામાં વિદેશી દારૂનો સપ્લાય કરતા બુટલેગરોની ચેઇન તોડવામાં મહદંશે સફળ રહી હોય તેમ હિંમતનગરના જુદા જુદા વિસ્તારમાંથી ત્રણ કાર સાથે ત્રણ બુટલેગરોને દબોચી લઇ લખ્યો રૂપિયાનો દારૂ કબ્જે કર્યો હતો. જો કે દારૂનું કટિંગ કરી બુટલેગરોને તેમના સુધી પહોંચાડનાર માસ્ટર માઈન્ડ બુટલેગર હિતેન્દ્રસિંહ ઉર્ફે શની બિહોલા અને પિનાકીન સિંહ ભાટી પોલીસને ચકમો આપવામાં સફળ રહેતા દારૂના વેપલામાં સંડોવયેલ ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

મોડાસા રૂરલ પીઆઇ મુકેશ તોમર અને તેમની ટીમે તખતપુરા ગામના ડુંગરોમાં ત્રાટકતા પલ્સર બાઈક પર દારૂની ખેપ મારતા બે બુટલેગરો દારૂ અને બાઈક ડુંગરાળ વિસ્તારમાં નાખી જંગલમાં ઓગળી જતા પોલીસે ૫૮ હજારથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરી બંને બુટલેગરોને ઝડપી પાડવા દોડાદોડી કરી રહી છે.



સાબરકાંઠા એલસીબી પીઆઈ ચંપાવત અને તેમની ટીમ હિંમતનગર શહેરમાં પેટ્રોલિંગ હાથધરતા હિતેન્દ્રસિંહ ઉર્ફે શની બાપુ ધર્મેન્દ્રસિંહ બિહોલા અને પિનાકીનસિંહ વિક્રમસિંહ ભાટી હિંમતનગર શહેર સહીત આજુબાજુના વિસ્તારના નાના-મોટા બુટલેગરોને પાયલોટિંગ સાથે કારમાં વિદેશી દારૂ ભરી સપ્લાય કરતા હોવાની અને બાઈક પાયલોટીંગ સાથે સ્વીફ્ટ ડિઝાયર કારમાં બંને બુટલેગરો એક બલેનો કારમાં દારૂ ભરી પેરેમાઉન્ટ હોટેલ આગળ બ્રીજ નીચે પંકજસિંહ તખતસિંહ ચૌહાણના સ્થળે દારૂ આપવા આવી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસ વોચમાં ગોઠવાઈ હતી અને દારૂની હેરાફેરી કરતી ત્રણ કાર સડસડાટ પસાર થતા પોલીસે પંકજસિંહના ઘર નજીક ખુલ્લી જગ્યાએ ઇન્ડિકા વિસ્ટા કાર પાસે પહોંચતા એક શખ્સ ફરાર થઇ ગયો હતો. પોલીસે પંકજસિંહને દબોચી લઇ કારમાંથી ૮૮ હજારથી વધુનો દારૂ જપ્ત કરી તેની પૂછપરછ કરતા હિતેન્દ્રસિંહ ઉર્ફે શની બિહોલા અને પિનાકીન સિંહ ભાટીએ જલારામ મંદિર આગળ અને હિંમતનગર પેલેસ રોડ પર પણ દારૂ પહોંચાડ્યો હોવાની માહિતી મળતા જલારામ મંદિર આગળ સેન્ટ્રો કારમાંથી ૩૯ હજારના દારૂ સાથે સુરેશ કાંતિ પટેલ અને પેલેસ રોડ પર હોંડા સીટી કારમાંથી ૧૩ હજાર જેટલા દારૂ સાથે પ્રશાંત જયસ્વાલને દબોચી લઇ ત્રણ કાર,વિદેશી દારૂ સહીત અન્ય મળી કુલ.રૂ.૫.૨૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ૧૪ બુટલેગરો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -




ત્રણ કાર સાથે ઝડપાયેલ બુટલેગર અને દારૂનું કટિંગ કરી બુટલેગરોને દારૂ સપ્લાય કરતા બુટલેગરોના નામ વાંચો
પોલીસ સકંજામાં આવેલ બુટલેગરો
૧)પંકજસિંહ તખતસિંહ ચૌહાણ (રહે,હાથમતી બ્રિજ બાજુમાં, હિંમતનગર)

૨)સુરેશ કાંતિલાલ પટેલ (બંબાવાસ-પ્રાંતિજ, મૂળ રહે, પ્રભાત સોસાયટી સિદ્ધપુર)

- Advertisement -

૩)પ્રશાંત નવનીતલાલ જયસ્વાલ (રહે,કે.ડી.કોમ્પ્લેક્ષ, હિંમતનગર




—————————————————————————-
મુખ્ય સૂત્રધાર બે બુટલેગરો અને તેની ગેંગમાં કોણ કોણ વાંચો

૧)હિતેન્દ્રસિંહ ઉર્ફે શની બાપુ ધર્મેન્દ્રસિંહ બીહોલા (હરિઓમ નગર સોસાયટી-હિંમતનગર)

- Advertisement -

૨)પિનાકીનસિંહ વિક્રમસિંહ ભાટી (જનકપુરી સોસાયટી-હિંમતનગર)

૩)ગણેશભાઈ ઉર્ફે ગણીયો ભગત (રહે,મહેતાપુરા,ખાડા- હિંમતનગર)

૪)દારૂ ભરી આપનાર મેગ્ના બ્લુ કલર બલેનો કારનો ચાલક

૫) સફેદ કલરની આઈ-૨૦ કારનો ચાલક

૬) પાયલોટિંગ કરનાર બાઈક ચાલક

૭)લલીત નથ્થુલાલ ખટીક (રહે,દેલવાડા,નાથદ્વારા-રાજસ્થાન)

૮)મામેર નજીક મહાત ઠેકા પરથી માલ ભરી આપનાર બુટલેગર

૯)આશિષ ભાટિયા (બેરણા રોડ, હિંમતનગર)

૧૦)અંકિત પટેલ (અનવરપુરા- પ્રાંતિજ)

૧૧)કમલેશ (ઉંછા-પ્રાંતિજ)






Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular