કોર્ટે કર્યા હતા કેમેરા લગાવવાના આદેશ, પણ ફૂટેજ આપવામાં પોલ ખૂલી જવાની બીક?
નવજીવન ન્યૂઝ, અમદાવાદ : CCTV Camera લગાવવા માટે પ્રજાનો સહકાર માગતી Gujarat Police નાગરિકોને પોતાની કચેરીમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ આપવાના ટાળતી રહે છે. પોલીસ સ્ટેશનમાં માનવ અધિકારોના ઉલ્લંઘન મામલે કરાયેલા આક્ષેપોની નિષ્પક્ષતા માટે એક માત્ર સીસીટીવી કેમેરા જ આધાર છે. ગુજરાત હાઇકૉર્ટ અને સુપ્રીમ કૉર્ટે ફરજિયાત પણે તમામ પોલીસ સ્ટેશન, કચેરીઓમાં CCTV કેમેરા લગાવવા આદેશ કર્યા છે. આમ છતાં RTI કરનારા અરજદારોને સીસીટીવી ફૂટેજ આપવામાં પોલીસ આનાકાની કરે છે. ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં Gujarat Police ની પોલ ખૂલી ગઈ છે.
વર્ષ 2011માં હાઇકૉર્ટમાં PIL થઈ હતી
અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં થયેલા કસ્ટોડિયલ ટૉર્ચરના મામલામાં ગુજરાત હાઇકૉર્ટ ખાતે જાહેર હીતની અરજી (Gujarat High Court PIL) થઈ હતી. હાઇકૉર્ટે ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવા આદેશ કર્યો હતો. ગત વર્ષ સુપ્રીમ કૉર્ટે પણ દેશભરની તમામ પોલીસ કચેરીઓમાં ખૂણે ખૂણે સીસીટીવી કેમેરા લગાવવા આદેશ કર્યો હતો.
વિધાનસભામાં અમદાવાદ-સુરત પોલીસની પોલ ખૂલી
અમદાવાદ અને સુરત પોલીસે બે વર્ષમાં આરટીઆઈ અરજી હેઠળ કેટલાં અરજદારોને સીસીટીવી ફૂટેજ અપાયા છે તેવો સવાલ ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly)માં પૂછાયો હતો. જેના જવાબમાં સરકારે વર્ષ 2024 અને 2025માં અનુક્રમે થયેલી 54 અને 94 એમ કુલ 148 અરજીઓ પૈકી 40 અરજદારોને CCTV Footage અપાયા છે. જ્યારે સુરતમાં 84 પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ પૈકી 22 ના જ ફૂટેજ અપાયા છે. એટલે કે, 232 અરજીઓની સામે માત્ર 62 અરજદારોને સીસીટીવી ફૂટેજ અપાયા છે. અત્રે નોંધનીય છે કે, અમદાવાદમાં 12 અને સુરતમાં 19 પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા બંધ હોવા પાછળ ટેકનિકલ ખામીનું રટણ કર્યું છે.
પોલીસ સીસીટીવી ફૂટેજ ક્યારે નથી આપતી ?
માનવ અધિકારોનું ઉલ્લંઘન ન થાય તે હેતુથી પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમરા લગાવવામાં આવ્યાં છે. અરજદારો એવા સંજોગામાં જ RTI કરે છે જ્યારે પોલીસે નિયમ વિરૂદ્ધ કાર્યવાહી કરી હોય. સીસીટીવી કેમેરામાં રેકૉર્ડ થયેલા દ્રશ્યોમાં પોલીસની પોલ ખૂલી જાય અને આરોપો સાચા સાબિત થાય તેવા સંજોગોમાં પોલીસ અધિકારીઓ ફૂટેજ આપવાનું ટાળે છે. RTI માં અરજદારને ફૂટેજ આપવા પડે તેવી સ્થિતિમાં ટેકનિકલ ખામી દર્શાવીને પોલીસ પોલીસને બચાવી લે છે. કેટલાંક કિસ્સાઓમાં તો અરજદારોએ Police Station CCTV Footage માટે અદાલતના દ્વાર પણ ખખડાવ્યા છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








