નવજીવન ન્યૂઝ. અમરેલી: Amreli News: અમરેલીમાં એક તરફ સરકાર વિકાસની વાતો કરી રહ્યું છે બીજી તરફ વિકાસના સ્થળ પર રહેતા સ્થાનિકો સુવીધાની માગણી કરી રહ્યા છે. જેના કારણે આજે ગ્રામજનો અને નેશનલ હાઈવે ઓથોરિટી (National Highways Authority) વચ્ચે વિવાદ વકર્યો છે. વિવાદના કારણે ગ્રામજનો દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નિર્માણાધીન અમરેલી-ભાવનગર-સોમનાથ હાઈવેનું (Amreli-Bhavnagar-Somnath Highway) કામ બંધ કરાવી દેવાયું હતું. રોષે ભરાયેલા ગ્રામજનો દ્વારા કામ બંધ કરાવવામાં આવતા મોટી સંખ્યામાં પોલીસ (Amreli Police) કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

મળતી વિગતો અનુસાર આજરોજ બપોરના સમયે અમરેલી જિલ્લાના રાજુલા (Rajula) તાલુકાના વિસળિયા ગામના લોકોએ નેશનલ હાઈવનું કામ બંધ કરાવ્યું હતું. મોટી સંખ્યામાં હાઈવેના ચાલતા કામ પર પહોંચી ગયેલા ગ્રામજનોએ મોટો હંગામો શરૂ કર્યો હતો. પરિણામે નેશનલ હાઈવનું કામ બંધ કરવાની ફરજ પડી હતી. મહત્વની વાત છે કે ગ્રામજનો નેશનલ હાઈવે દ્વારા તેમના ગામનો સર્વિસ રોડ નહીં બનાવતી હોય વિવાદ સર્જાયો હતો. ગ્રામજનો દ્વારા આ પહેલા અનેક રજૂઆતો કરી વિસળિયા ગામ પાસે સર્વિસ રોડની માગણી કરી હતી. પરંતુ આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેના પરિણામે આજરોજ વિસળિયાના ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શન કરી કામ બંધ કરાવી દીધું હતું.
આ તકે ગ્રામજનોએ નેશનલ હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ તેમને દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરતા હોવાના આરોપ કર્યો હતો. સાથે જ ગ્રામજનોએ સર્વિસ રોડ માટે આવતીકાલે રાજુલા પ્રાંત અધિકારીને પણ રજૂઆત કરવા જવાની પણ વાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ નેશનલ હાઈવે દાતરડી તેમજ હિંડળામાં પુલના ગડર તૂટવા મામલે વિવાદમાં આવી ચૂક્યો છે. ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટી વિરૂધ્ધ સર્વિસ રોડ માટે ગ્રામજનોએ બંડ પોકાર્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








