Sunday, October 26, 2025
HomeGujaratRajkotતમારાં ઘરે બાળકો રમતાં હોય તો ખાસ ધ્યાન રાખજો. જેતપુરમાં રમત રમતમાં...

તમારાં ઘરે બાળકો રમતાં હોય તો ખાસ ધ્યાન રાખજો. જેતપુરમાં રમત રમતમાં બાળકો મોતનાં મુખમાં…

- Advertisement -

નવજીવન ન્યૂઝ જેતપુર : રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુરમાં (Jetpur) માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં બાળકોએ રમતાં રમતાં દવાની બોટલમાં પાણી ભરીને પી લેતાં બાળકો બેભાન થઈ ઢળી પડ્યાં હતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની જેતપુર સરકારી હોસ્પિટલમાં (Jetpur Hospital) ખસેડાયાં હતાં. તેમની હાલત ગંભીર હોવાથી પરિવાર પણ ચિંતામાં ગરકાવ થઈ ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પતિ-પત્ની મજૂરીએથી આવીને ઘરનું કામ કરી રહ્યાં હતાં. શાળામાં વકેશન હોવાથી બાળકો પણ ઘરે જ હતાં. મા-બાપ ઘરકામમાં વ્યસ્ત હતાં એ દરમિયાન લગભગ ચાર અને પાંચ વર્ષનાં બે દીકરાઓ ઘરમાં જ રમી રહ્યા હતા. રમતાં રમતાં તેઓ બેભાન થઈ ગયા અને ઘરમાં જ ઢળી પડ્યા. બાળકોના આવી હાલત જોઈ માતા-પિતા એકદમ ગભરાઈ જતાં, બંને બાળકોને લઈ જેતપુરની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા.

- Advertisement -

સારવાર દરમિયાન તપાસ કરતાં જાણવા મળ્યું કે, બાળકો રમતાં હતાં ત્યારે તેમના હાથમાં એક બોટલ આવી હતી, જેમાં પાણી ભરીને તેઓએ પીધું અને પીધા પછી જ તેઓ બેભાન થઈ ગયાં હતાં. તપાસ કરતાં જાણવા મળ્યું કે, એ ઝેરી દવાની બોટલ હતી. જોકે બોટલ ખાલી હતી, પરંતુ ખાલી બોટલમાં પાણી ભરીને પીતાં એ ઝેરની અસર બાળકો પર થઈ હતી.

આ બનાવ અંગે મળેલી છેલ્લી અપડેટ મુજબ બાળકોની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે જૂનાગઢ (Junagadh) લઈ જવામાં આવ્યાં છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular