Sunday, October 26, 2025
HomeGujaratRajkotરાજકોટમાં કૃતિ ઓનેલાના બિલ્ડરની આત્મહત્યાની કોશીશ, વ્યાજખોરો વિરૂધ્ધ નોંધાઈ ફરિયાદ

રાજકોટમાં કૃતિ ઓનેલાના બિલ્ડરની આત્મહત્યાની કોશીશ, વ્યાજખોરો વિરૂધ્ધ નોંધાઈ ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Builder attempted suicide: રાજકોટના જાણીતા બિલ્ડર અને પી.જી.વી.સી.એલ.ના નિવૃત સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર જેરામભાઈ કુંડારીયાએ (Jerambhai Kundaria) આત્મહત્યાનો પ્રયાસ (tried to commit suicide) કર્યો છે. જેરામભાઈએ પોતાના કાલાવડ રોડ સ્થિત ઘરે ઊંઘની 10 જેટલી ગોળીઓ ખાઈ લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસને જાણકારી મળતા યુનિવર્સિટી પોલીસ(Rajkot Police) કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસે આ મામલે વ્યાજખોરો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

મળતી વિગતો અનુસાર રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર કૃતિ ઓનેલા બિલ્ડિંગ સાઈટના બિલ્ડર જેરામભાઈએ ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ મામલે બિલ્ડર જેરામભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમણે વર્ષ 2009માં પી.જી.વી.સી.એલ.ની નોકરી છોડી ઉકાભાઈ સાણજા, માલજીભાઈ માકાસણા અને દિલીપભાઈ પટેલ સાથે બિલ્ડરનો વ્યવસાય શરૂ કર્યો છે. તેમેને જેએન્ડયુ નામની કંપની શરૂ કરી વ્યવસાય શરૂ કર્યો હતો જેમાં તેમને રૂપિયાની જરૂરીયાત ઉભી થતા તેમણે નાણા વ્યાજે લીધા હતા. જેમાં તેમણએ 80 લાખ રૂપિયા દસ વર્ષ પહેલા યુનિવર્સિટી રોડ નજીકની જલારામ સોસાયટીમાં રહેતા રાકેશ નથવાણી પાસેથી બે ટકા વ્યાજે લીધા હતા. સાથે જ તેમણે મોરબીની ઓમ શાંતિ સ્કૂલ પાસે રહેતા ઠાકરશી ધરમશીભાઈ પટેલ પાસેથી પણ દોઢ ટકે રૂપિયા 2 કરોડ 24 લાખ મેળવ્યા હતા.

- Advertisement -

વ્યાજે લીધેલા નાણા પેટે ફરિયાદી જેરામભાઈ રાજકોટના રાકેશને રૂપિયા 1.60 લાખ મહિને ચૂકવતા હતા જ્યારે મોરબીના ઠાકરશીને રૂપિયા 2.24 કરોડ ચૂકવતા હતા. આમ તેમણે રાકેશને બે કરોડથી વધારે રકમ ચૂકવી હતી જ્યારે ઠાકરશીને રૂપિયા 24 કરોડની માતબાર રકમ ચૂકવી હતી. પરંતુ હજૂ બંને આરોપીઓ વધારે રૂપિયાની માગણી કરી રહ્યા હતા અને ધમકી આપી રહ્યા હતા. આરોપીઓ જેરામભાઈને જો પૈસા ન ચૂકવે તો કાર તેમજ પત્નીના ઘરેલા લઈ જવાની ધમકી સાથે જ માણસો બોલાવી માર ખવડાવવાની પણ ધમકી આપતા હતા.

વ્યાજના ભારણ અને ધમકીઓથી ડરી ગયેલા બિલ્ડર જેરામભાઈએ આત્મહત્યાનું પગલું ભરવાનું વિચાર્યું હતું અને તેમણે ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી. જેરામભાઈની તબિયત લથેડેલી જોતા તેમને નજીકમાં જ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં પોલીસે જેરામભાઈની ફરિયાદના આધારે વ્યાજખોર ઠાકરશી અને રાકેશ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ જેરામભાઈએ ધોલેરામાં 250 વિઘા જમીન મામલે પણ કેટલાક આક્ષેપ કર્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે, વર્ષ 2010માં તેમણે અનિશ ચારોલા, ગીરીશ ચારોલા, જયંત અજમેરા અને એચ.જી. કુનડિયા સાથે જમીન લીધી હતી. આ જમીનનો ભાગ તેમને ઉપરોક્ત વ્યક્તિઓ આપી રહ્યા ન હતા.

TAG: Rajkot Crime News, Rajkot Builder attempted suicide

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular