Sunday, October 26, 2025
HomeGujaratRajkotરાજકોટઃ તરછોડાયેલી ત્રણ દિવસની બાળકીનું મોત, એના જવાબદાર ક્યાં છે? પોલીસ અને...

રાજકોટઃ તરછોડાયેલી ત્રણ દિવસની બાળકીનું મોત, એના જવાબદાર ક્યાં છે? પોલીસ અને હોસ્પિટલની કામગીરી પર શંકા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજકોટ: Rajkot News :મધર્સ ડેના (Mother’s Day)દિવસે કોઈક અજાણ્યો પુરુષ એક બાળકીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) ‘અનામી’ પારણામાં મૂકી ગયો હતો. પોલીસે એ બાળકીનાં માતાપિતાની શોધખોળ હાથ ઘરી હતી. પરંતુ પોલીસ (Rajkot Police) બાળકીના માતાપિતાને શોધી શકે તે પહેલાં જ, સારવાર દરમિયાન બાળકી આજે મૃત્યુ પામી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, આજથી ત્રણ દિવસ પહેલા, મધર્સ ડેના દિવસે એક આજાણ્યો પુરૂષ રાત્રે 11:00 વાગ્યે સિવિલ હોસ્પિટલના બાળ વિભાગમાં આવે છે અને ત્યાં રહેલા ‘અનામી’ પારણામાં માત્ર 3 દિવસની બાળકીને મૂકીને નાસી જાય છે. આ સમગ્ર ઘટના હોસ્પિટલના CCTV કેમેરામાં કેદ થયેલી છે. આ બાબતની જાણ હોસ્પિટલના હાજર તબીબોને થતાં સિવિલ હોસ્પિટલ સ્થિત કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકીને પ્રાથમિક સારવાર આપવાની શરૂ કરી હતી તથા બનાવ અંગે પોલીસને જાણ કરી હતી.

- Advertisement -

પોલીસે બાળકીના માતાપિતાને શોધવા કવાયત હાથ ઘરી હતી. તપાસમાં પોલીસને હોસ્પિટલના સી.સી.ટી.વી ફૂટેજ પણ મળ્યા હતા. જેને આધારે પોલીસ કડીઓ શોધી રહી હતી પરંતુ કોઈને કોઈ કારણસર હજુ સુધી પોલીસને સફળતા મળી નથી. સ્થાનિક લોકોમાં પણ એ સવાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે કે, જો પોલીસ પાસે સી.સી.ટી.વી ફૂટેજ હતા; તો પણ કેમ આ ઘટનાના ત્રણ ત્રણ દિવસ પછી પણ નક્કર પૂરાવા શોધવામાં પોલીસ નિષ્ફળ રહી?.

પોલીસની કાર્યવાહી પર તો લોકોને સવાલ છે જ, સાથે-સાથે હોસ્પિટલનું તંત્ર પણ લોકોની શંકાના દાયરામાં છે. કારણ કે હોસ્પિટલ દ્વારા પણ મીડિયાને સી.સી.ટી.વી ફૂટેજ આપવામાં આવ્યા નહોતા.

એવામાં આજે તરછોડાયેલી માસુમ બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. અને બાળકીના વાલીને શોધવામાં નિષ્ફળ નીવડેલી પોલીસ ફરી દોડતી થઈ છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular