નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ભટિંડામાં આજરોજ શુક્રવારે અકાલ તખ્તની મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અકાલ તખ્તના પ્રમુખે સ્પષ્ટ કર્યું હતું કે અમૃતપાલને અકાલ તખ્તમાં સરેન્ડર થવાની અનુમતી નહીં આપવામાં આવે. પરંતુ અકાલ તખ્ત અમૃતપાલના સરેન્ડરની પોલીસ સાથે વાતચીત કરશે. અકાલ તખ્તના પ્રમુખ હરપ્રીતે અમૃતપાલને પોલીસ સમક્ષ સરેન્ડર થવાની અપીલ પણ કરી છે. મહત્વની વાત છે કે પોલીસ પકડથી નાસતા ફરતા અમૃતપાલને ઝડપવા માટે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે ત્યારે આ બેઠક યોજાવાની જાહેરાત થતા પોલીસે ત્યાં પણ ચાંપતી નજર રાખી હતી.
પંજાબ પોલીસના ડી.જી.પી.એ પોલીસના તમામ અધિકારીઓેને એલર્ટ રહેવા આદેશ આપ્યા છે. સાથે જ વિગતો મળી રહી છે કે તમામ અધિકારીઓની રજા પણ 14 એપ્રિલ સુધી રદ્દ કરી દેવામાં આવી છે. તેમજ 14 એપ્રિલ સુધી કોઈ પણ પોલીસ અધિકારીની રજા મંજૂર નહીં કરવાનો આદેશ પણ કર્યો છે. મહત્વની વાત છે કે 14 એપ્રિલના રોજ “બૈશાખી”ના પર્વ પર અમૃતપાલ દ્વારા “સરબત ખાલસા” બોલાવવામાં આવ્યું છે. પરંતુ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટિએ શુક્રવારે જણાવ્યું હતું કે સરબત ખાલસાની સભા બોલાવવાનો અધિકાર માત્ર અકાલ તખ્તના પ્રમુખ પાસે જ છે. ત્યારે પોલીસથી નાસતા ફરતા અમૃતપાલે શિખ સમુદાયના મુદ્દાઓની ચર્ચા માટે “સરબત ખાલસા”ની સભા બોલાવવાની વાત કરી છે.
ઉલ્લેખનયી છે કે બુધવાર અને ગુરુવારના રોજ સોશિયલ મીડિયા પર સામે આવેલા બે વીડિયોમાં અમૃતપાલે “સરબત ખાલસા”ના આયોજનની વાત કરી છે. અમૃતપાલે જથ્થેદારોને અમૃતસરમાં અકાલ તખ્તથી ભટિંડામાં દમાદમ સાહિબ સુધી બૈસાખીના તહેવાર પર “ખાલસા વહીર”(ધાર્મિક જુલૂસ)નું આયોજન કરવા અપીલ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








