નવજીવન ન્યૂઝ. પંચમહાલ: આજના આધુનિક સમયમાં જ્યાં દરેક જ્ઞાતીના માણસને એકસરખું માન સન્માન આપવાની વાત થઈ રહી છે. માણસની જ્ઞાતિ ઊંચી અને નીચી એવું નક્કી કરનારા આપણે કોણ છીએ. જ્ઞાતીના વાડા આજના સમયમાં પણ કોઈને નડે તે સામાજીક વ્યવસ્થાની નિષ્ફળતા જ કહી શકાય. ત્યારે પંચમહાલમાં (Panchmahal) એક એવી ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલાના તેની જ્ઞાતીના કારણે અગ્નિસંસ્કાર (Funeral) કરતા જ્ઞાતિવાદી લોકોએ રોકી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ પંચમહાલના ઘોઘંબાનો એક મજૂર પરિવાર અમરેલીના કોઈ ગામે મજૂરીકામ માટે ગયો હતો. મજૂર પરિવારના સુમિત્રાબેન નાયકે એક સપ્તાહ અગાઉ દીકરાને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ મહિલાને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું હતું. મહિલાના મોત બાદ અગ્નિસંન્કાર માટે ઘાસાના કંકોડાકૂઈ ગામે લાવવામાં આવી હતી. કંકોડાકૂઈ ગામે બે સ્મશાન છે. પણ જ્યારે મહિલાને અગ્નિસંસ્કાર માટે કંકોડાકોઈ ગામના સ્મશાને લાવવામાં આવી ત્યારે કેટલાક જ્ઞાતિવાદી લોકોએ મહિલાના પરિવાર જનોને અગ્નિસંસ્કાર કરતાં અટકાવ્યા હતા.
મહિલાના અગ્નિ સંસ્કાર અટકાવવાનું કારણ માત્ર મહિલાની જ્ઞાતિ નાયક હતી. જ્ઞાતિવાદી લોકોએ મહિલાના અગ્નિસંસ્કાર અટકાવતાં મહિલાનો મૃતદેહ બે દિવસ ઘરમાં રાખવો પડ્યો. આ જ્ઞાતિવાદી લોકો મહિલાના મોતનો મલાજો પણ ન જાળવી શક્યા. અંતે મહિલાના અગ્નિસંસ્કાર તેની માલિકીની જમીનમાં એક ખૂણામાં કરવામાં આવ્યા. આ મામલે મહિલાના પરિવારજનોએ ફરિયાદ કરવાની ના પાડી હતી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796