વડોદરા-આણંદને જોડતા ગંભીરા બ્રિજ તૂટ્યાની ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યાની ઘટનામાં હજુ એક મૃતદેહ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ત્યાં આજે જૂનાગઢના માંગરોળ તાલુકાના આજક ગામ બ્રિજ તૂટવાની ઘટના બની છે.
જાણવા મળ્યું છે કે આજક ગામે આવેલો પુલ કેશોદને માધવપુર સાથે જોડતો મહત્વનો માર્ગ છે અને તેનું સમારકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બ્રિજનો સ્લેબ તૂટતા હિટાચી મશીન સહિત 8 લોકો 15 ફૂટ નીચે નદીમાં ખાબક્યા હતા. જો કે સદનસિબે તમામનો આબાદ બચાવ થયો છે.
ગંભીરા બ્રિજ બાદ હવે ફરી વાર માંગરોળમાં બનેલી આ ઘટનાએ લોકોની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલ ખડા કરી દીધા છે.








