નવજીવન ન્યૂઝ. વારાણસીઃ વારાણસીની જ્ઞાનવાપી મસ્જીદમાં ત્રણ દિવસ સુધી સર્વે કરનારી પેનલમાં સામેલ એડવોકેટ કમિશ્નરે કહ્યું છે કે તેઓ આજે કોર્ટમાં સર્વે રિપોર્ટ દાખલ નહીં કરે. એડવોકેટ કમિશનર અજય પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, “અમે અલગ-અલગ રિપોર્ટ ફાઇલ નહીં કરીએ પરંતુ ત્રણેય લોકો સાથે મળીને રિપોર્ટ ફાઇલ કરશે.” જેના માટે કોર્ટ પાસે સોમવાર સુધીનો સમય માગી શકે છે. આ પહેલા વારાણસી કોર્ટે એડવોકેટ કમિશ્નરને 17 મેના રોજ સર્વે રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યું હતું.
અજય પ્રતાપ સિંહે જણાવ્યુ હતું કે, “કોર્ટના આદેશ મુજબ, જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની વીડિયોગ્રાફી-સર્વે 14 થી 16 મેની વચ્ચે સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી કરવામાં આવ્યો હતો. સર્વે સાથે જોડાયેલો રિપોર્ટ 17 મેના રોજ કોર્ટમાં રજૂ કરવાનો હતો, પરંતુ તેના માટે અમે કોર્ટ પાસે સમય માંગીશું. અમે આજે (મંગળવારે) કોર્ટને રિપોર્ટ સુપરત કરી રહ્યા નથી કારણ કે તે તૈયાર નથી. કોર્ટ જે પણ સમય આપશે, અમે તેમાં રિપોર્ટ રજૂ કરીશું.”
જ્ઞાનવાપી મસ્જિદના ત્રીજા અને છેલ્લા દિવસે સોમવારે (16 મે)ના રોજ કરવામાં આવેલા સર્વેમાં હિન્દુ પક્ષે દાવો કર્યો છે કે મસ્જિદ પરિસરની અંદર આવેલા એક કૂવામાંથી શિવલિંગ મળી આવ્યું છે. આના પર ટ્રાયલ કોર્ટે જિલ્લા પ્રશાસનને આદેશ આપ્યો છે કે તે જગ્યાને સીલ કરી દે જ્યાં ‘શિવલિંગ’ મળ્યુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ ભારતમાં મુસ્લિમોની અગ્રણી સંસ્થા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં કથિત શિવલિંગ મળી આવ્યા બાદ કોર્ટના આદેશ પર મસ્જિદનું વજુ બંધ કરવાની વાતને અન્યાય ગણાવી છે અને કહ્યું છે કે આ આખી ઘટના સાંપ્રદાયિક ઉન્માદ પેદા કરવાના કાવતરાથી વિશેષ કશું જ નથી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.