નવજીવન ન્યૂઝ.નવી દિલ્હી: દિલ્હીના નરેલા વિસ્તારમાં બે સગીર છોકરીઓ સાથે ગેંગ રેપની ઘટના સામે આવી છે. બંને છોકરીઓ સ્વિમિંગ શીખવા ગઈ હતી, જ્યાં આરોપીઓએ તેમને બંધક બનાવીને આ ભયાનક કૃત્ય આચર્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે પીડિતોની માતાની ફરિયાદ પર બંને આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને તેમની ધરપકડ કરી છે. પોલીસ હાલમાં આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના નરેલા વિસ્તારના લામપુર બસ સ્ટેન્ડ પાસે બની હતી. અહીં એક ખાનગી સ્વિમિંગ પુલ આવેલો છે. બંને સગીર છોકરીઓ અહીં પ્રેક્ટિસ માટે ગઈ હતી. તે દરમિયાન કથિત રીતે તેમની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે છોકરીઓએ 5 ઓગસ્ટના રોજ તેમના પરિવારજનોને આ ઘટના વિશે જણાવ્યું હતું, ત્યારબાદ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે છોકરીઓનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. રિપોર્ટ અનુસાર, તપાસમાં રેપની પુષ્ટિ થઈ છે. ત્યારબાદ પોલીસે પોક્સો એક્ટ અને ગેંગરેપ સહિતની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.
પીડિત છોકરીઓએ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાના નિવેદનો નોંધાવ્યા છે. તેમણે જણાવ્યું કે તેઓ પ્રેક્ટિસ માટે સ્વિમિંગ પુલ ગઈ હતી, ત્યારે અનિલ કુમાર નામનો એક આરોપી તેમને એક રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેમની સાથે જાતીય દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના મિત્ર મુનીલ કુમારે પણ કથિત રીતે છોકરીઓ સાથે રેપ કર્યો હતો. બંનેએ સગીરાઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા બંને આરોપીઓની ધરપકડ કરી છે. તેમની ઓળખ બિહારના સમસ્તીપુર જિલ્લાના રહેવાસી અનિલ કુમાર (37 વર્ષ) અને ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના મુનીલ કુમાર (24 વર્ષ) તરીકે થઈ છે. પોલીસે આરોપીઓના સામેના પુરાવા રૂપે પરથી એક ઓશિકાનું કવર, એક ચાદર અને એક ડિજિટલ વિડિયો રેકોર્ડર (ડીવીઆર) સહિતની અન્ય સામગ્રી જપ્ત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને વ્યક્તિઓનો પહેલાં કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. હાલમાં તેમની પૂછપરછ ચાલી રહી છે.

દિલ્હી પોલીસના આંકડાઓ અનુસાર, આ વર્ષે જૂન સુધીમાં બળાત્કાર અને પોક્સોના ગુનાઓના 932 કેસ નોંધાયા છે, જ્યારે 2024માં આ જ સમયગાળા દરમિયાન 1,040 કેસ નોંધાયા હતા.
પીડિત છોકરીઓએ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવ્યું છે. પીડિતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ પ્રેક્ટિસ માટે સ્વિમિંગ પુલ ગઈ હતી, ત્યારે અનિલ કુમાર નામનો એક આરોપી તેમને એક રૂમમાં લઈ ગયો હતો, જ્યાં તેમની સાથે રેપ કર્યો હતો. ત્યારબાદ અનિલના મિત્ર મુનીલ કુમારે પણ કથિત રીતે છોકરીઓ સાથે રેપ કર્યો હતો અને બંનેએ સગીરાઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ડીસીપી હરેશ્વરે જણાવ્યું હતું કે આ ઘટનામાં સંડોવાયેલા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમની ઓળખ 37 વર્ષીય અનિલ કુમાર અને મુનીલ કુમાર તરીકે થઈ છે. પોલીસે આરોપીઓની નિશાની પરથી એક ઓશિકાનું કવર, એક ચાદર અને એક ડિજિટલ વિડિયો રેકોર્ડર જેવી સામગ્રી જપ્ત કરી છે.
સગીરો સામેના ગુનાઓ એક મોટી ચિંતા
એનસીઆરબીના ડેટા અનુસાર, પોક્સો એક્ટ (સગીરો વિરુદ્ધ)માં 53,874 કેસ નોંધાયા હતા, જે 2020ના 47,221 કેસ કરતા 30.8 ટકા વધુ હતા. 2022માં બાળકો વિરુદ્ધ થતી સાયબર ક્રાઇમની કુલ ઘટનાઓની સંખ્યા 1823 હતી, જે 2021ના 1376ની સરખામણીમાં 32 ટકા વધારે હતી. જો કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ તો દિલ્હીમાં સગીરો સાથે થતા ગુનાઓની સંખ્યા સૌથી વધારે છે. અહીં આ સમયગાળામાં આવા કુલ 7118 કેસ નોંધાયા હતા.
એનસીઆરબીના રિપોર્ટ અનુસાર, 2022માં બાળકો વિરુદ્ધ થતા કુલ 1,62,449 કેસ નોંધાયા હતા. એટલે કે દર કલાકે બાળકો વિરુદ્ધ સરેરાશ 18 ગુનાઓ થયા હતા. આ જ રીતે, 2021ની સરખામણીમાં બાળકો વિરુદ્ધના ગુનાઓમાં 9 ટકાનો વધારો થયો હતો.