Monday, February 2, 2026
HomeGeneralમોડાસા : પલ્ટી ખાધેલી કારમાંથી 5.28 લાખનો દારૂ મળ્યો, બુટલેગરનું મોત

મોડાસા : પલ્ટી ખાધેલી કારમાંથી 5.28 લાખનો દારૂ મળ્યો, બુટલેગરનું મોત

- Advertisement -

જય અમીન(અરવલ્લી.નવજીવન ન્યૂઝ) : ડાસા ટાઉન પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કારમાંથી લોહીના નમૂના જરૂરી હોવાથી FSLની હાજરીમાં કારમાંથી લોહીના નમૂના લીધા બાદ પ્રોહીબીશન ગુન્હો નોંધ્યો છે.

દારૂ ભરેલી ક્રેટા કાર પલ્ટી ખાઈ જતા બુટલેગર નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી બુટલેગરનું મોત નીપજતા અકસ્માતે મોતનો ગુન્હો નોંધી બુટલેગરનું મોત નીપજતા એફએસએલની મદદ લઇ લોહીના નમૂના લીધા બાદ મૃતકની લાશને પીએમ માટે કોલ્ડસ્ટોરેજમાં મોકલી કારમાંથી મળી આવેલ 5.28 લાખનો દારૂ જપ્ત કરી પ્રોહીબીશનનો ગુન્હો નોંધ્યો હતો.

- Advertisement -

મોડાસા ટાઉન પીઆઈ ડી.બી. વાળા અને તેમની ટીમને બાયપાસ રોડ પર રેલવે ક્રોસિંગ નજીક કાર અકસ્માત નડ્યો હોવાની જાણ થતા તાબડતોડ સ્થળ પર પહોંચી ક્રેટા કાર ચાલકની લાશ કારની બાજુમાં પડેલી હોવાથી અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ક્રેટામાં દારૂ ભરેલી પેટીઓ જોવા મળતા પોલીસ ચોંકી ઉઠી હતી અજાણ્યા બુટલેગરનું મોત નીપજતા અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કારમાં પડેલ લોહીના નમૂના સહીત અન્ય પરિક્ષણની જરૂર હોવાથી એફએસએલની ટીમની મદદથી નમૂના લીધા બાદ કારમાંથી મળેલ દારૂની બોટલ નંગ-2640 કિં.રૂ.5.28 લાખનો જથ્થો જપ્ત કરી અજાણ્યા બુટલેગરની ઓળખ માટે તજવીજ હાથધરી હતી.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular