Sunday, October 26, 2025
HomeGeneralધારાસભ્યને મંત્રી બનાવવા નિકળેલા આરોપીની ધરપકડ, મોરબીથી ઝડપાયો ભેજાભાજ

ધારાસભ્યને મંત્રી બનાવવા નિકળેલા આરોપીની ધરપકડ, મોરબીથી ઝડપાયો ભેજાભાજ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોરબી: મોરબીના (Morbi) શખ્સે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પદ આપવાની લાલચ આપી ધારાસભ્યોને જાળમાં ફસાવ્યાની ઘટના સામે આવી છે. જેમાં મોરબીના ભેજાબાજે મહારાષ્ટ્રના નાગપુર મધ્યના ધારાસભ્યને (Nagpur MLA) નિશાન બનાવ્યા હતા. જોકે ધારાસભ્યની સર્તકતાના કારણે સમ્રગ મામલો સામે આવ્યો હતો. આ મામલો પોલીસ સ્ટેશન પહોંચતા ધારાસભ્યની ફરિયાદના આધારે નાગપુર પોલીસ (Nagpur Police) મોરબી આરોપીની ધરપકડ માટે આવી પહોંચી હતી. મોરબી ખાતે પહોંચેલી મહારાષ્ટ્ર પોલીસે (Maharashtra Police) આજરોજ આ ભેજાબાજ નિરજસિંહ રાઠોડની (Neeraj Singh Rathod) ધરપકડ પણ કરી લીધી છે.

શું હતો સમ્રગ મામલો

મળતી વિગતો અનુસાર મોરબીના નિરજસિંહ રાઠોડ નામના શખ્સો મહારાષ્ટ્રના નાગપુર મધ્યના ધારાસભ્ય વિકાસ કુંભાર (Vikash Kumbhare) સાથે ફોનમાં વાતચીત કરી ઠગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ઠગાઈના આરોપી નિરજસિંહે વિકાસ કુંભારને જણાવ્યું હતું કે તે જે.પી. નડ્ડાનો પી.એ. (Fake JP Nadda PA) છે અને જે.પી. નડ્ડાના અવાજની મીમીક્રી કરી તેની સાથે વાત પણ કરી હતી. બાદમાં થોડો ભરોસો જીતી વિકાસ કુંભારને એકનાથ શિંદેની સરકારમાં મંત્રી પદ અપાવી દેવાની વાત કરી હતી. જે માટે લાખો રૂપિયાની માગણી પણ આરોપી દ્વારા કરવામાં આવી હતી. પરંતુ આ ઠગાઈનો મામલો હોવાની ગંધ આવતા વિકાસ કુંભારે નાગપુરના ગાંધીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા મામલો પ્રકાશમાં આવ્યો હતો.

- Advertisement -

ત્યારબાદ નાગપુર પોલીસે તપાસનો દોર લંબાવતા યુવક મોરબીનો હોવાનું સામે આવ્યું હતું. આરોપી મોરબીનો હોવાની માહિતી મળતા નાગપુર ક્રાઈમ બ્રાન્ચની ટીમને ગુજરાત રવાના કરવામાં આવી હતી. મોરબી પહોંચેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી નિરજસિંહને મોરબીથી ઝડપી લઈ કાર્યવાહી કરી હતી. મહત્વની વાત છે કે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી નિરજસિંહ અગાઉ પણ ગોવા અને નાગાલેન્ડના ધારાસભ્યને પણ ફસાવી ચૂક્યો છે અને ઠગાઈ કરી ચૂક્યો છે. પરંતુ હાલ આ મામલાની કોઈ વિગતો સામે આવી નહીં હોય તેની માહિતી મળી રહી નથી. ત્યારે નાગપુર પોલીસ આરોપીની કડક હાથે તપાસ હાથ ધરી માહિતી મેળવશે કે આરોપીની છેતરપિંડીની જાળમાં કોણ-કોણ અગાઉ ફસાઈ ચૂક્યું છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular