નવજીવન ન્યૂઝ. મહિસાગરઃ ગુજરાતમાં લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યાર લગ્ન પ્રસંગમાં ઘણી વખત એવી ઘટના બની જતી હોય છે. ખાલી જાનૈયા જ નહિ પરંતું આખા ગામને લગ્ન યાદગાર રહી જતા હોય છે. હાલ સોશિય મીડિયામાં એક લગ્નનો વીડિયો વાઈરય થઈ રહ્યો છે. જેમાં વરઘોડો સાથે જાન નીકળી રહી છે. ઘોડીને નચાવવાનો પ્રયત્ન કરવા જતાં ઘોડી સાથે વરરાજા જમીન પર પટકાયો હતો.
માહિતી અનુસાર, મહિસાગરના ઘોઘાવાડા ગામમાં વરરાજા જાન સાથે નીકળ્યો હતો. તે દરમિયાન નાગિન ગીત વાગતા તેની આસપાસ જાનૈયાઓ નાગિન ડાન્સ કરી રહ્યા હતા. જો કે આ ગીત પર ઘોડીને નચાવવાનો પ્રયત્ન કરાવવા ઘોડીના માલીકો ઘોડીને ચાબુક મારી રહ્યા હતા. તે વખતે અચાનક જ ઘોડી ઉંચી થતા ઘોડી અને વરરાજા બંને જમીન પર પડ્યા હતા. જો કે વરરાજા જમીન પર પડતા જાનૈયાઓ નાગિન ડાન્સ પડતો મુકીને વરરાજાની મદદે દોડી આવ્યા હતા.
મહિસાગરઃ નાગિન ગીત પર ઘોડીને નચાવવા જતાં ઘોડી વરરાજાને લઈને ઉંધી થઈ pic.twitter.com/XRWex4Hc4V
— Navajivan News (@NavajivanNews) May 23, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











